જામનગરમાં શાક બળી જતા પતિએ સાવરણીથી માર મારતા પત્નીના ગર્ભમાં રહેલ બાળકનું મોત
ઉશ્કેરાયેલા પતિએ પેટના ભાગે 3થી 4 ઘા ઝીંકી દીધા, ગુલાબનગર વિસ્તારનો બનાવ
જામનગરમાં પતિના મારથી ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું હોવાની વાત સામે આવી છે, પત્નીથી શાક બળી જતા પતિએ તેને માર માર્યો હતો, તો પત્ની ગર્ભવતી હતી અને તે દરમિયાન ગર્ભમાં રહેલ બાળકનું મોત થયું છે, સામાન્ય બાબતમાં ઉશ્કેરાઇ પતિએ મહિલાને માર માર્યો છે, તો જામનગર પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો નોંધી પતિની ધરપકડ કરી છે.
જામનગરમાં સગર્ભા મહિલાને પતિએ સાવરણી વડે માર તો માર્યો પણ ગર્ભમાં રહેલ બાળકનું મોત થયું છે, પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી પરણિત મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા ગર્ભમાં રહેલ બાળકનું મોત થયું છે, શાક બનાવતી વખતે શાક બળી જતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને પેટના ભાગે ત્રણ થી ચાર વાર સાવરણી મારવામાં આવી હતી. મહિલાને માર મારતા આસપાસના લોકો પણ આવી ગયા હતા. જે માર દરમિયાન મહિલાને પેટમાં દુખાવો થતા હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવી હતી, જ્યાં મહિલાના ગર્ભ માં રહેલ પાંચ માસના બાળકનું મોત નીપજયાનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું, આ સમગ્ર મામલે મહિલા દ્વારા તેના પતિ વિરુદ્ધ શહેરના સીટી એ ડિવિઝનમા ફરિયાદ નોંધાવી છે, પોલીસે આ મામલે પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી.