હળવદમાં યાર્ડનાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી 7 લાખની લૂંટ
મોરબી જીલ્લાનાં હળવદ શહેરમા લુંટની ઘટનાથી પોલીસ દોડતી થઇ ગઇ છે જેમા હળવદના યાર્ડનાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખીને રૂૂ.7 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી બન્ને લૂંટારાઓની શોધખોળ ચલાવી છે તેમજ શહેર ભરમા નાકાબંધી કરી લુંટારુ ટોળકીને ઝડપી લેવા તપાસ શરુ કરી છે.
આ અંગે સ્થાનિક વિજયભાઈએ વિગતો જણાવતા કહ્યું કે હળવદમાં આનંદ બંગલો સોસાયટીમાં રહેતા રજનીભાઇ દેથરીયા યાર્ડમાંથી તેઓનુ કામ પુુરુ કરી રૂૂ.7 લાખ થેલામાં લઈ બાઇક પર ઘરે ફરી રહયા હતા. ત્યારે પોણા આઠ વાગ્યાના અરસામાં રણેકપર રોડ ઉપર પહોચતા પોતે કાઇ સમજે તે પહેલા જ બે શખ્સોએ તેઓની આંખમાં મરચાની ભૂકી છાંટી થેલો ઝૂંટવી ભાગી ગયા હતા
ત્યારબાદ આ અંગે હળવદ પોલીસને જાણ કરાતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો હાલ તેમજ હાલ ટોળકીને ઝડપી લેવા મોરબી પોલીસે નાકાબંધી કરી હતી. પોલીસે જણાવ્યુ હતુ કે વેપારી રજનીભાઇ યાર્ડમા વેપારી છે અને તેઓ ગઇકાલે યાર્ડનાં વેપારનાં આવેલા પૈસા રૂ. 7 લાખ લઇ રાત્રીનાં ઘરે પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી તેમજ લુંટારુ ટોળકીએ મરચાની ભુકી રજનીભાઇનાં આંખમા નાખતા તેઓ બેભાન જેવા થઇ ગયા હતા. હાલ પોલીસે રજનીભાઇની ફરીયાદ લેવા તજવીજ શરુ કરી છે.