ગાંધીગ્રામમાં મિત્રને ઘરે જમવા બોલાવી ગાળાગાળી કરી મિત્રએ જ છરીના ઘા ઝીંક્યા
ગાંધીગ્રામ શ્યામનગરમાં મિત્રએ મિત્રને ઘરે જમવા બોલાવી કપાળ અને હથેળીમાં છરી ઝીંકી દેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ રામાપીર ચોકડી પાસે લાખના બંગલા પાસે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના વતની માનસીંગ દયાશંકર ગૌતમ(ઉ.વ.33)એ ફરિયાદમાં શ્યામનગરમાં રહેતા અમિત ગૌતમનું નામ આપતા તેમની સામે ગુનો નોંધાયો છે.માનસિંગે જણાવ્યું હતું કે,હું છુટક કલરકામની મજુરી કરુ છુ.તા. 20/06ના રોજ હુ કામ પર ગયેલ ન હતો અને મારા રુમ પર હતો ત્યારે સવારે મારા વતનના અહિ રહેતા અને મારી સાથે કલરકામની મજુરી કરતા મારા મિત્ર અમીત ગૌતમનો ફોન આવેલ અને તેના રુમે બોલાવતા હુ શ્યામનગર શેરી ન.1 મા તેના રુમે ગયેલ હતો અને તેણે મને તેની સાથે તેના રુમે જમવાનુ કહેતા અમે બન્ને સાથે રસોઇ બનાવતા હતા અને ત્યારે રસોઇ બનાવતી વખતે બપોરના આ અમીત ગૌતમે મને ગાળો આપતા મે તેને ગાળો આપવાની ના પાડતા આ અમીતે ઉશ્કેરાઇ અને મારી સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગ્યો અને મને ગાળો આપવા લાગ્યો અને ઢીકાપાટુનો માર માર્યો હતો.
તેણે ઘરમા પડેલ છરી વડે છરીનો એક ઘા મારા કપાળના ભાગે મારી દીધેલ અને બીજો ઘા મારવા જતા મે ડાબા હાથે તેની છરી પકડી લેતા ડાબા હાથની હથેળી માથી તથા કપાળ માથી લોહી નીકળવા લાગતા આ અમીત ત્યાથી ભાગી ગયેલ અને હુ ત્યાથી ખાનગી દવાખાને પ્રાથમિક સારવાર લઈ પાટાપીંડી કરાવેલ જેમા મને કપાળમા આઠ ટાંકા તથા ડાબા હાથે હથેળીના ભાગે ચાર ટાંકા આવેલ હતા.આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.