For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકામાં પ્રેમ લગ્નનો ખાર રાખી, યુવતીના ભાઈ સહિત ચાર દ્વારા યુવાનનું અપહરણ

11:50 AM Nov 04, 2025 IST | admin
દ્વારકામાં પ્રેમ લગ્નનો ખાર રાખી  યુવતીના ભાઈ સહિત ચાર દ્વારા યુવાનનું અપહરણ

દ્વારકા વિસ્તારમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્ર રાજ્યના એક શ્રમિક યુવાને થોડા સમય પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હોય, આ બાબત યુવતીના ભાઈઓને ન ગમતા ચાર શખ્સોએ આયોજનબદ્ધ રીતે યુવાનોનું અપહરણ કર્યું હતું. આ પ્રકરણમાં દ્વારકા પોલીસ સહિતના સ્ટાફે તાકીદની કાર્યવાહી કરી, ત્રણ શખ્સોને લીંબડી ખાતેથી ઝડપી લઈ, ભોગ બનનાર યુવાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. અદાલતે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Advertisement

આ સમગ્ર પ્રકરણની સિલસિલાબંધ વિગત એવી છે કે મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના ધડગાંવ તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખા મંડળના નાગેશ્વર વિસ્તારમાં રહી અને મજૂરી કામ કરતાં સુકલાલ ગુલસિંગભાઈ જોજારભાઈ નાયક નામના 33 વર્ષના આદિવાસી યુવાને એક યુવતી સાથે થોડા સમય પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા. આ પ્રેમ લગ્ન તેણીના પરિવારજનોને પસંદ ના હોય, બનાવના પાંચેક દિવસ પૂર્વે તેણીનો ભાઈ ડંગરસિંગ જામસિંગ પાવરા (ઉ.વ. 31, રહે નંદુરબાર, મહારાષ્ટ્ર) અહીં આવ્યો હતો. અહીં આવીને તેણે તેના અન્ય એક મિત્ર સંજય કેશુ અલાવા (ઉ.વ. 25, રહે. ધાર જીલ્લો - મધ્યપ્રદેશ) નો સંપર્ક કર્યો હતો.અહીંથી તેઓએ એક મોટરસાયકલમાં બેસીને જતા સુકલાલને સુઈ જતા ઉપરોક્ત આરોપીઓએ અન્ય એક આરોપી એવા હરસી લખુ પારીયા (ઉ. વ. 29, રહે. વસઈ- દ્વારકા, મૂળ રહે. મોવાણ - ખંભાળિયા) સાથે મોટરસાયકલ પર બેસીને સુકલાલનો પીછો કર્યો હતો. અહીંથી આરોપીઓએ સુકલાલને પોતાના મોટરસાયકલ પર બેસાડીને અપહરણ કર્યું હતું.

આ બાદ આરોપી સંજયએ ટેક્સી ચાલક રવુભાને ફોન કરીને અમદાવાદ જવાનું જણાવીને રૂૂ. 12,000 માં ટેક્સી ભાડે કરી હતી. ત્યાર બાદ તેઓ કલ્યાણપુર - વસઈ રોડ પરથી સુકલાલને ટેક્સીમાં બેસાડીને નાગેશ્વરથી ચરકલા રોડ થઈને ખંભાળિયા, જામનગર અને રાજકોટ-સાયલાથી લીંબડી પહોંચ્યા હતા.આ દરમિયાન સુકલાલ ગુલાબસિંગભાઈ આદિવાસીનું અપહરણ થયા અંગેની ફરિયાદ પોલીસમાં કરવામાં આવતા દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ તેમજ તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓ ડંગરસિંગ જામસિંગ પાવરા સંજય કેશુ અલાવા અને હરશી લખુ પરીયાને લીંબડી ખાતેથી દબોચી લીધા હતા. અને ભોગ બનનાર સુકલાલનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

Advertisement

ઝડપાયેલા આ ત્રણેય આરોપીઓને સ્થાનિક અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલતે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ પ્રકરણમાં મુખ્ય આરોપી ડંગરસિંગ પાવરાનો ભાઈ જીતેન્દ્ર જામસિંગ પાવરા (રહે. ધડગાવ, નંદુરબાર) ની પણ સંડોવણી હોવાથી પોલીસે તેને પણ ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement