ધ્રાંગધ્રામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, હાર્ટએટેકમાં ખપાવવાનો પ્રયાસ કર્યો!
પોલીસે બેની ઘરપકડ કરી અન્યની શોધખોળ, રીમાન્ડ માટે તજવીજ
ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની નિર્દયી હત્યા કરી નાખી છે. મૂળ છોટાઉદેપુરના નારાયણભાઈ વેરશીભાઈ રાઠવા નામના ખેત મજૂરની 22મી જાન્યુઆરીએ રાત્રે હત્યા કરવામાં આવી હતી.
આ ઘટનામાં મૃતકની પત્ની ભાવનાબેન, તેનો પ્રેમી પ્રતાપ રાઠવા અને એક અજાણ્યા શખ્સે મળીને નારાયણભાઈને ગળે ટૂંપો આપીને મારી નાખ્યા હતા. હત્યા બાદ આરોપીઓએ મૃત્યુને હાર્ટએટેકથી થયેલું મોત ગણાવ્યું અને પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર જ છોટાઉદેપુર લઈ જઈને અંતિમસંસ્કાર કરી દીધા હતા.
પરંતુ વાડી માલિકની સતર્કતાએ આ ગુનાનો ભેદ ઉકેલ્યો. વાડીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળતાં તેમણે તુરંત ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરી. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.ચાવડાની આગેવાની હેઠળની ટીમે તપાસ કરતાં સમગ્ર સત્ય બહાર આવ્યું હતું.
પોલીસે આ મામલે પત્ની ભાવનાબેન, તેના પ્રેમી પ્રતાપ રાઠવા અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.
આ અંગેની ધાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પીઆઇ ડીડી ચાવડા અને સ્ટાફ દ્વારા અનિષ્ટ તપાસ હાથ ધરી અને પત્ની અને તેના પ્રેમીને લાવી પૂછપરછ કરતા બંને ભાંગી પડ્યા હતા અને હત્યા કરી એનું કબલ્યું હતું ત્યારે ધાનેરા તાલુકા પોલીસમાં ફરીયાદી ગોવિદભાઇ વેરસીભાઇ રાઠવા રહે દડીગામ જી.છોટસુદેપુર) મરનજનાર નારાયણભાઇ વેરસીભાઇ રાઠવા ઉવ આ.45 રહે દડીગામ જી.છોટસુદેપુર હાલ રે એજાર ગામ સીમની) હત્યા આરોપી.1 મરણજનાર ની પત્નિ ભાવનાબેન નારાયણભાઇ આરોપી 2-પ્રતાપભાઇ ધોળીયભાઇ રાઠવા રહે. ચીલીયા વટ તા છોટાઉદેપુર) આરોપી.3 અજાણ્યો માણસ દ્વારા પત્ની ભાવનાબેન અને પ્રેમી પ્રતાપ રાઠવા ને પ્રેમ સબંધ હોય અને મરણજનાર નારાયણ પ્રેમ સબધ મા કાટારૂૂપ હોય અને ઝગડો કરતો હોય જેથી બન્ને આરોપીએ પુર્વ આયોજિત કાવતરૂૂ રચી અને તા,22/1/25 ના રાતના પોણા નવેક વાગ્યે મરણજનર વાડીએ ખાટલામા સુતો હતો તે વખતે દોરી વડે ગળે ટુપો દઇ હત્યા કયાંઁની નોંધાવતાં પોલીસે બન્ને આરોપી ની ધરપકડ કરી અન્ય આરોપી ને જડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.