For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં રાત્રે તોફાની પવનથી રાજપથ નવરાત્રીનો સમિયાણો ઉડ્યો, બે ખેલૈયાને ઇજા

11:26 AM Oct 11, 2024 IST | Bhumika
ભાવનગરમાં રાત્રે તોફાની પવનથી રાજપથ નવરાત્રીનો સમિયાણો ઉડ્યો  બે ખેલૈયાને ઇજા
Advertisement

ભાવનગર શહેરમાં ગઇરાત્રે 10:30 કલાકે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને તેજ પવન ફુંકાયો હતો. ભારે પવનને કારણે શહેરનાન જવાહર મેદાન ખાતે રાજપથ નવરાત્રી મહોત્સવમાં લોખંડની એંગલ પડતા બે ખેલૈયાને ઇજા પહોંચી હતી.

ભાવનગર શહેરમાં રાત્રીનાં 10-30 પછી અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને તોફાની પવન ફુંકાવા લાગતા શહેરનાં જવાહર મેદાન ખાતે અર્વાચીન રાસ ગરબાનાં રાજપથનાં આયોજનમાં લોખંડની એંગલ પડતા ગરબા લેતા બે ખેલૈયાને સામાન્ય ઇજા પહોંચી હતી. જો કે થોડી જ વારમાં મીની વાવાઝોડુ શાંત થઇ જતા ખેલૈયાઓએ હાશકારો અનુભવયો હતો. શહેરમાં રાત્રે વરસાદના છાંટા પડયા હતા.

Advertisement

દરમ્યાન રાતે ભારે પવન વચ્ચે શહેરના આરટીઓ રોડ નંદીગ્રામ સ્કુલ નજીક પીજીવીસીએલનાં ટ્રાન્સફોર્મરમાં આગ ભભુકી ઉઠી હતી. ફાયર વિભાગના સ્ટાફે દોડી જઇ આગને કાબુમાં લીધી હતી. આ બનાવને કારણે વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement