આટકોટમાં મહિલા કોન્સ્ટેબલને ઘરમાંથી કાઢી મૂકી, પતિને દેરાણી સાથે આડા સબંધનો આરોપ
પતિ-સાસુ-સસરા સહિતના સામે ઘરેલુ હિંસાનો ગુનો
ગુજરાત મિરર, રાજકોટ તા. 14
આટકોટમાં રહેતા મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલને સાસરિયને ત્રાસ આપી ઘર માંથી કાઢી મુક્યાની ફરિયાદ કરી કોમ્પ્યુટરનું હાર્ડવેર તથા સોફટવેરનું કામ કરતા પતિને દેરાણી સાથે આડાસંબધ હોવાનો આક્ષેપ કર્યો છે. આ મામલે જસદણ પોલીસે સાસરિય પક્ષના 8 સભ્યો સામે ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ જસદણના લીલાપુર પિતાના ઘરે રહેતા આટકોટ પોલીસ સ્ટેશનઅન હેડકોન્સ્ટેબલ ચંદ્રિકાબેન લાખાભાઈ ભાણાભાઈ ધરજીયાએ નોંધાવેલી ફરિયાદમાં વિંછીયાના આસલપુર રહેતા પતિ સંદિપભાઈ પ્રેમજીભાઈ ભુવા, સસરા પ્રેમજીભાઈ દેવજીભાઇ ભુવા, સાસુ નીમુબેન પ્રેમજીભાઇ ભુવા,દિયર પ્રકાશભાઈ પ્રેમજીભાઇ ભુવા, દિયર તુષારભાઈ પ્રેમજીભાઈ ભુવા,દેરાણી ભુમીબેન તુષારભાઈ ભુવા તેમજ મોટા સસરાના જસદણ રહેતા પુત્ર જીગ્નેશભાઈ અવસરભાઇ ભુવા મોટા સસરાના બીજા પુત્રની પત્ની પુષ્પાબેન ગૌરાંગભાઈ ભુવાનું નામ આપ્યું છે.
ફરિયાદ માં જણાવ્યા મુજબ ચંદ્રિકાબેન આટકોટ પોલીસ મથક તા.28/03/ 2025 થી ફરજ બજાવે છે. ચંદ્રિકાબેનના લગ્ન ગઈ તા.30/1/13ના રોજ વિંછીયાના આસલપુર રહેતા સંદિપભાઈ પ્રેમજીભાઈ ભુવા સાથે થયા હતા. બન્ને 13 વર્ષ સુધી સાથે રહેલ હતા જે દરમ્યાન સંતાનમાં એક દિકરી આરાધી (ઉવ.02) વર્ષ તથા એક દિકરો અર્થવ (ઉવ. 2 ) છે. ચંદ્રિકા બેન લગ્ન બાદ આસલપુર ગામે પતિના ઘરે રહેતા હોય અને પતિ કોમ્પ્યુટરનું હાર્ડવેર તથા સોફટવેરનું કામ કરતા હતા. સસરા પ્રેમજીભાઇ દેવજીભાઈ ભુવાને તથા સાસુ નીમુબેન પ્રેમજીભાઇ ભુ વાને ચંદ્રિકાબેનની જ્ઞાતિ અલગ હોય જે વાત ગમતી ન હોય જેથી સાસુ મેણાટોણા મારતા અને ગાળો આપતા અને સસરા પણ અવારનવાર અણછાજતુ વર્તન કરતા અને માનસીક ત્રાસ ગુજારતા તેમજ દિયર પ્રકાશભાઇ પ્રેમજીભાઈ ભુવા અને તુષારભાઈ પ્રેમજીભાઇ ભુવા પતિ સંદીપ પાસેથી પૈસા લઈ જતા જેની ચંદ્રિકાબેને ના પાડેલ જેનો ખાર રાખી આ બન્ને અવારનવાર ચંદ્રિકાબેન ગાળો આપેલ અને હાથમા જે વસ્તુ આવે તે છુટ્ટી મારી લેતા થોડો સમય ત્યા રહ્યા પછી ચંદ્રિકાબેનને પોલીસમાં નોકરી હોય જેથી જસદણ ખાતે ભાડાના મકાને પતિ સાથે રહેવા માટે આવ્યા હતા.
બાદ ચંદ્રિકાબેનને જસદણ પોલીસ સ્ટેશનમાં સરકારી કર્વાટર મળેલ હોય જેથી પતિ સાથે કવાર્ટરમાં રહેવા માટે આવ્યા હતા. દરમ્યાન 2019 માં જસદણ ખાતે આટકોટ રોડ અક્ષર મારબલની પાછળ બ્લોક નંબર-6 મુજબનુ મકાન લીધલ જે મકાન ચંદ્રિકાબેને પતિના નામે લીધેલ હતુ અને મકાનના હપ્તા ભરવા માટે રૂૂપિયા પણ આપ્યા હતા. પતિએ મકાનની લોન પુર્ણ થયેલ મકાન ચંદ્રિકાબેનના નામે કરી આપીશ તેમ મને વિશ્વાસ આપેલ હતો તેમજ દિયરના લગ્ન સમયે પતિએ બેંકમાંથી 3 લાખ જેટલા રૂૂપીયા ઉપાડી લીધેલ હતા તેમજ મકાનના હપ્તા ભરવાના પુરા થઈ ગયે પણ પતિએ મકાન ચંદ્રિકાબેનના નામે કરાવેલ નહિ બાદ. સંતાનનો જન્મ થતા ચંદ્રિકાબેન પિયરીમાં લીલાપુર રોકાયા હતા ત્યાર બાદ પતિ તેમને તેડવા આવેલ નહી અને ઝગડા શરૂૂ થયેલ બાદ સમાધાન થઈ જતા આજથી વર્ષ દિવસ પહેલા પતિ સાથે રહેવા માટે ગયેલ અને એક મહિનો તેમની સાથે રહેલ ત્યારે પતિ અને મારી દેરાણી ભુમી વચ્ચેના આડા સબંધની ખબર પડી જતા અમારે ફરીથી ઝગડો થતા પતિએ ચંદ્રિકાબેનને માર મારેલ અને ઘર માંથી કાઢી મૂકી મકાને આવી તો જીવતી રહેવા દઈશ નહી તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ મામલે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.