ભાવનગરના અલંગમાં મોડીરાત્રે મિત્રએ મિત્રને બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
ભાવનગર જિલ્લાના અલંગ માં પ્લોટ નંબર 24- 0સામે એકજ ખોલી મા સાથે રહેતા મિત્ર એ મિત્ર ની હત્યા કરી ને ફરાર થઈ ગયા ની ઘટના સામે આવી છે.આ બનાવ ની જાણ પોલીસ ને મોડે થી થઇ હતી.મૃતક ને પી.એમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે.પડોશ માં રહેતા ઇસમ ને પોલીસે ફરિયાદી બનાવ્યો છે.કારણકે મૃતક એકલોજ અહીં રહેતો હતો.
ખુન ના આ બનાવ અંગે વિગતો એવી છે કે ભાવનગર જિલ્લાના અલંગ શિપ યાર્ડ ના પ્લોટ નં.24 /0 ની સામે મજૂરો ને રહેવા માટે ખોલી ઓ આવેલ છે.એ ખોલી મા યુ.પી થી અહીં પેટીયું રળવા આવેલ યોગેન્દ્ર માલી સૈની યુ.વ.51 અને તેની સાથે આજ ખોલી મા ઝારખંડ નો ટેક્લાલ મહંતો બંને સાથે રહેતા હતા.
બંને વચ્ચે મોડીરાત્રે રૂૂ.3800 ના મામલે ઝઘડો થયો હતો.જેને લઈ ટેક્લાલ મહંતો એ મોઢા અને માથાના ભાગે બોથડ પદાર્થ હથિયાર તરીકે ઉપયોગ કરી ને મારી દેતા લોહી લુહાણ હાલતે યોગેન્દ્ર સૈની જમીન પર પડી ને મોત ને ભેટ્યો હતો.
આ ઘટના પોલીસ ના ધ્યાને આવે તે પહેલાજ પોતાની સાથે જ રહેતા શ્રમિક ને મોત ને ઘાટ ઉતારી આરોપી ફરાર થઈ ગયો હતો.પોલીસે પાડોશમાં રહેતા પરપ્રાંતીય સુનિલ નામના ઇસમ ની ફરિયાદ નોંધી ને હત્યારા ને શોધવા ક્વાયત હાથ ધરી છે.