ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

થાનમાં ગેરકાયદે ધમધમતું એલપીજી ગેર સિલિન્ડર ગોડાઉન સીલ કરી દેવાયું

12:15 PM Jun 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

2019થી લાઈસન્સ વગર ગેસ સિલિન્ડરનો સંગ્રહ અને વેચાણ થતું હતું: 6.63 લાખનો મુદામાલ જપ્ત

Advertisement

વગડીયા ચોકડી પાસે આવેલા એલપીજી ગેસ સીલીન્ડરના ગોડાઉનમાં ગેરરીતિ સામે આવી હતી. પ્રાંત અધિકારીની ટીમે ગોડાઉનમાંથી સિલિન્ડર, પીકઅપ વાન સહિતનો 6.63 લાખનો મુદ્દામાલ કજબે કરી ગોડાઉન્ડ સીલ મારી ગોડાઉન માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે. થાન ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા અને ટીમે થાનની વગડીયા ચોકડી પાસે ગેરકાયદે એલપીજી ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ કરતા અનેક પ્રકારની ગેરરીતીઓ સામે આવી હતી. જેમાં 2019થી કોઈ પણ જાતના સ્ટોરેજ કે વિતરણના લાયસન્સ વગર એલપીજી ગેસ સીલીન્ડરનો જથ્થો ગેરકાયદે રીતે સંગ્રહ કરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.

આ ઉપરાંત સ્ટોક રજીસ્ટર, ગેસ કનેકશન ધારકોની યાદી, ગેસ સીલીન્ડર વિતરણ કર્યા અંગેના આધાર પુરાવા પણ મળી આવ્યા નહોતા. તેમજ જે જગ્યાએ એલપીજી ગેસ સીલીન્ડર રાખવામાં આવ્યા હતા ત્યાં પોતાના તેમજ આસપાસના લોકોના જીવ જોખમમાં મુકી ગોડાઉનની અંદર ઈલેકટ્રીક તાર ખેંચી પંખો ચલાવતા હતા. આ સિવાય ગેસ ગ્રાહકોને ઘરે ગેસ સીલીન્ડર ડિલેવરી કરવામાં ન આવે તો સરકારના નિયમ મુજબ રૃા.34 રીબેટ આપવાની જોગવાઈ છે પરંતુ ગ્રાહકોના જણાવ્યા મુજબ તેમને કોઈ પણ જાતનું રીબેટ પણ ચુકવવામાં આવતું નહોતું અને ગોડાઉનમાં સ્વચ્છતાઓ પણ અભાવ જોવા મળ્યો હતો. ચેકિંગ દરમિયાન ગોડાઉનમાં સિલિન્ડર વેચાણમાં ગેરરીતિ અને જાણવણીમાં બેદરકારી જણાઈ આવતા 36 ભરેલા સીલીન્ડર અને 78 ખાલી સીલીન્ડર, પીકઅપ વાહન સહિત કુલ રૃા.6.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો હતો અને ગોડાઉન માલીક ધુ્રવીન વિરેન્દ્રભાઈ વોરા (રહે.થાન) સામે કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી.

Tags :
crimegujaratgujarat newsIllegal LPG gas cylinderthanThan news
Advertisement
Advertisement