ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

થાનગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન ઝડપાયું ચાર કૂવાઓ સીલ, રૂા.26 લાખનો મુદ્દામાલ જપ્ત

10:49 AM Oct 30, 2025 IST | admin
Advertisement

થાનગઢ તાલુકાના રતનપર ટીંબામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે આકસ્મિક તપાસ કરતા ગેરકાયદેસર કોલસા ખનન ઝડપી પાડ્યું છે. આ દરોડા દરમિયાન કોલસા કાઢવા માટેના ચાર કુવાઓ સીલ કરવામાં આવ્યા હતા અને કુલ ₹26.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

Advertisement

આ કાર્યવાહી 29 ઓક્ટોબર, 2025ના રોજ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ચાર કોલસાના લાઇન કુવાઓ, બે ટ્રેક્ટર, એક કમ્પ્રેસર, એક જનરેટર, એક ડીઝલ મશીન, 4000 મીટર વીજળીનો કેબલ, 2000 મીટર પાણીની પાઇપલાઇન અને 10 બકેટનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલ થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે.

વધુમાં, સ્થળ પર આશરે 35 મજૂરોને રહેવા માટેના કુબા બનાવવામાં આવ્યા હતા. આ કુબામાં રહેતા 50 થી 60 મજૂરોને સમજાવીને આવી જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સૂચના આપવામાં આવી હતી. મજૂરોને સ્થળ પરથી હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા ઇસમો સામે ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂૂલ્સ, 2017 હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Tags :
crimegujaratgujarat newsillegal coal miningThangaDhThangadh news
Advertisement
Next Article
Advertisement