સાયલામાંથી ગેરકાયદેસર બ્લેકટ્રેપનું ખાણકામ ઝડપાયું, 5 કરોડનો મુદ્દામાલ જપ્ત
01:52 PM Dec 04, 2025 IST | Bhumika
સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગ અને સાયલા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને સાયલા તાલુકાના વાટાવચ્છ ગામની સીમમાંથી બ્લેક ટ્રેપ ખનિજનું ગેરકાયદેસર ખાણકામ ઝડપી પાડ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં મોટાપાયે ગેરકાયદેસર ખનીજ ખોદકામ ચાલતું હોવાની લાંબા સમયથી ફરિયાદો હતી. આ અંગે મળેલી બાતમીના આધારે તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને આ દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન સ્થળ પરથી 4 એક્સકેવેટર મશીન અને 14 ટ્રક સહિત કુલ પાંચ કરોડ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખોદકામની માપણી કરીને કસૂરવારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Advertisement
Advertisement