તને પોલીસ સ્ટેશનમાં જ ગોળી મારી દઇશ, કારખાનેદારને બે સગા ભાઇ સહિત ત્રણની ધમકી
કાલાવડ રોડ પર જલારામ રેસ્ટોરેન્ટ પાસે કારખાનેદારને જમીન પચાવવા મામલે બે સગાભાઇ સહિત ત્રણ શખ્સોએ ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે રાજકોટ તાલુકા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. બનાવની વધુ વિગતો અનુસાર, કટારીયા ચોકડી પાસે તપોવન રેસીડેન્સીમાં રહેતા અને કોઠારીયા ખાતે લેથ અને વેંડરનુ કારખાનુ ધરાવી વેપાર કરતા ખીમાભાઇ પાંચાભાઇ ડાકી(ઉ.વ.40) એ ફરિયાદમાં કેવલ રાણાભાઇ બાખલીયા, કુલદીપ રાણાભાઇ અને અજાણયા શખ્સનુ નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ખીમાભાઇ ડાકીએ જણાવ્યુ હતુ કે, તેમની બાબરા તાલુકાના નાનીકુંડળ ગામમાં પોતાની જમીન આવેલી છે. ત્યા બાજુમાં મુકેશ ભાલીયા અને તેમના શેઠા પાડોસી રાણાભાઇએ જમીન બાના ખતકરી અને નક્કી કરેલ પૂરતી રકમ મેળવી અને દસ્તાવેજ ન બનાવી આપી છેતરપીંડી કરતા તેઓએ ફરિયાદ કરી હતી. આ બાબતે તેઓને જમીન પચાવી પાડી હોય જેથી તે લોકો ખીમાભાઇને તેની પોતાની જમીનમાં પણ પ્રવેશ કરવા દેતા નથી અને પત્ની પાયલબેન બાબરા તાલુકાના નાનીકુંડળ ગામે આવેલ જમીને અવારનવાર કામસબબ જતા હોય પણ આ લોકો તેને હેરાન કર્યો કરે છે. ત્યારબાદ ખીમાભાઇ કાલાવડ રોડ પર જલારામ રેસ્ટોરન્ટ પાસે હતા ત્યારે આરોપીએ કોલ કરી રૂબરૂ મળવાનુ કહી ગાળો આપી અને ફરિયાદ કરવા જઇશ તો પોલીસ સ્ટેશનમાં જ ગોળી મારી દઇશ તેવી ધમકી આપી હતી. આરોપીઓ 45 વિધા જમીન પચાવી પાડયા માટે અવાર નવાર ધમકી આપે છે. આ મામલે રાજકોટ તાલુકા પોલીસના હેડકોન્સ્ટેબલ મયુર ઠાકર તપાસ ચલાવી રહ્યા છે.