મારી પાસે અઢળક પૈસા છે, હું તને 25 હજાર મહિને પગાર આપીશ તારે ખાલી મારુ ધ્યાન રાખવાનું
રાજકોટની મહિલાને સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવેલા અંકલેશ્ર્વરના શખ્સે બિભત્સ માંગણી કરતાં ફરિયાદ
રૈયા રોડ પર રહેતા એક મહિલાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંપર્કમાં રહેલા અંકલેશ્વરના હસતી તળાવ રોડ સિવાય હાઇટ્સમાં રહેતા લલિત બચુભાઈ કાપડિયાએ મોબાઈલમાં વીડિયો કોલ કરી બીભત્સ માંગણી કરતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા સાસુની ભાયુ ભાગની ખેતીની જમીન જે અંકલેશ્વરનાં લીમેટગામમાં આવેલ હોય જે જમીન વેચવાની મને ખબર પડતા મે મારા મોબાઇલ ફોનમાં ફેસબુકમા તા.20/09નાં રોજ લલિતકુમાર બચુભાઈ કાપડિયાનો ફેસબુકમાં કેન્ટેક કર્યો હતો અને આ લલીતભાઈ એ મને તેમનો મોબાઇલ નંબર મોકલેલ હતો અને બાદ આ લલીતભાઈ એ મારી સાથે ફોનમાં વાત કરી હતી અને મે આ લલીતભાઈને અંકલેશ્વરમાં લીમેટ ગામમાં મારા સાસુની ભાયુ ભાગની જમીન આવેલ અને આ જમીન વેચવા કાઢેલ હોય જે જમીનની વિગત મેળવવાની ફોનમાં વાત કરી હતી અને તેમણે મને મારૂૂ કામ કરાવી આપશે અને જમીન આપવી દેશે તેવી મને વાત કરેલ હતી.
આ લલીતભાઈ મને મારા મોબાઇલ ફોનમાં ફોન કરતા હતા તથા વોટસેપમાં મેસેજ મોકલતા હતા અને વિડીયો કોલ કરતા હતા અને મારી સાથે વાતો કરતા હતા અને હું એકલી રહેતી હોય અને પ્રાઇવેટ નોકરી કરતી હોય જે વાત મને પુછતા મે આ લલીતભાઈને જણાવેલ હતી.બાદ આ લલીતભાઇને અમો એકલા રહેતા હોય જે વાતની ખબર પડી જતા આ લલીતભાઇએ મને વોટસેપમાં તા.25/09ના રોજ મેસેજ કરેલ કે,તમે અહીં આવો પછી આપણે એક દિવસ હોટલ માં રહીશું,મજા કરી તેવી વાત કરેલ,જેથી અમોને આઘાત લાગેલ પરંતુ તે સમયે લલિત કાપડિયાએ અમોની નારાજગી સમજી જઇ તુરંત જ માફી માંગી હતી.બાદ આ લીતભાઈની હીંમત વધી જતા તેમણે મારા મોબાઇલ મા ઘણા બધા બીભત્સ મેસેજ કરેલ અને તા.26/09ના રોજ બપોર ના સમયે વીડિયોકોલ કરેલ,જે વીડિયોકોલમાં એક મોટી ઓફિસમાં આ લલિત કાપડિયા એકલા હોય અને અમો નોકરી પર હોય તે સમયે લલિત કાપડિયાએ આ કંપની આખી મારી છે, હું જ અહીંયા સર્વેસર્વા છું, એમ કહી ચાલુ વીડિયોકોલે બિભસ્ત ચેનચાળા કરવાના શરુ કર્યા હતા.જેથી હું અત્યંત ગભરાઈ ગયેલ અને વીડિયોકોલ કટ કરી નાખ્યો હતો.બાદ તેણે મારી માફી માંગેલ હતી.
આ લલિતે કહેલ કે હું તને જોઈને આવેશમાં આવી ગયેલ, મારી ઈચ્છા છે કે તને કાયમી અંકલેશ્વર મારી કંપનીમાં બોલાવી નોકરી આપું, મારી પાસે અઢળક પૈસા છે અને હું તને 25000/- મહિને પગાર આપીશ, તારે ખાલી માસ ધ્યાન રાખવાનું એટલે તને ક્યાંય કોઈ તકલીફ નહિ પડે અને હું તને અઢળક બીજા રૂૂપિયા પણ આપીશ તેવી વાત કરી હતી.બાદમાં તા, 29/09ના રોજ આઈ લવ યુ નો મેસેજ કર્યો હતો.આ લલીતભાઈને ફોન કરવાની તથા મેસેજ કરવાની ના પાડેલ હોય તેમ છતા આ લલીતભાઈએ અમોને મેસેજ કરવા નું તથા કોલ કરવાનું તા.13/10 સુધી ચાલુ રાખતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ અંગે હેડકોન્સ્ટેબલ હરેશભાઈ તપાસ ચલાવી રહ્યા છે.