હું DYSPનો દીકરો છું, બેંકના રિકવરી ઓફિસરને ધમકી
જીવન કોર્મશિયલ બેંકના રીકવરી ઓફિસરને આરોપીએ પોતાના વાકાનેરના અરણીટીંબા ગામે ઢસડીને લઇ જઇ ઉંધો લટકાવી દેવાની ધમકી આપી
રાજકોટના દીવાનપરામાં રહેતા અને જીવન કોમર્શીયલ કો. ઓપરેટીવ બેન્ક લીમીટેડમાં રિકવરી ઓફિસર તરીકે નોકરી કરતા આબિદભાઇ નુરુદ્દિનભાઇ ભારમલ(ઉ.વ.69)એ બેંક લોનના રૂૂ.1.30 કરોડની રિકવરી અને હપ્તા માટે વાંકાનેરના અરણીટીમ્બાના પ્રદીપસિંહ તખ્તસિંહ ઝાલાને કોલ કરતા આરોપી પ્રદીપસિંહે ધમકી આપી હતી કે તું અહીં અમારા ગામમાં આવ તને ઊંધો લટકાવો છે અને હું ડીવાયએસપી તખ્તસિંહ ઝાલાનો દીકરો છું પોલીસ કમિશનર મારા પિતાને ઓળખે છે કહી ધમકી આપતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ, આબીદ ભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું 40 વર્ષથી જીવન કોમર્શિયલ બેંકમાં રિકવરી ઓફિસર તરીકે નોકરી કરું છું. તા.20/05ના રોજ જીવન કોમર્શીયલ બેંક જે વીતાલય ઢેબર રોડ વનવે રાજકોટ ખાતે આવેલી છે ત્યાં હતો ત્યારે મે બેંકના લોન ધારક પ્રજાપત કંપનીના જામીન પ્રદીપસીંહ તખ્તસિંહ ઝાલા ફોન કરેલ કારણ કે તેઓ પ્રજાપત કંપનીના જામીન તરીકે હોય જેના જામીનના આધાર પુરાવા અમારી પાસે હોય અને પ્રજાપત કંપનીને અમે સી.સી.લોન પેટે સને 2012 માં ચેક થી 1,30,00,000/- (એક કે રોડ ત્રીસ લાખ) આપેલા હતા.આ પ્રજાપત કંપનીના ભાગીદારે બેંકની લેણી રકમ માટે અમને આપેલા બંને ચેકો બેંકમા ચેક નાખતા બન્ને ચેકો બેલેન્સ ના હોવાથી રીટર્ન થયેલા હતા.
તેથી અમોને શંકા જતા વાંકાનેર પ્રજાપત કંપનીએ રૂૂબરૂૂ તપાસ કરી હતી અને કંપનીની એક મીલ્કત ત્રાજપર(મોરબી) જતા આ પેઢીએ જામીનગીરીમાં આપેલ મકાન અંગે આજુબાજુ તપાસ કરતા જાણવા મળેલ કે બેંકને મોર્ગેજ કરી આપેલ મકાન પાડી નાખેલ છે.બાદમાં પ્રજાપત કંપનીના જામીન પ્રદીપસીહ તખ્તસીંહ ઝાલાને મોબાઇલ ફોનથી સંપર્ક કરતા તેઓએ શરૂૂઆતમાં અમારી સાથે વાતચીત દરમ્યાન કહેલ કે મે આવી કોઇ જામીનગીરીમાં સહી કરેલ નથી.બાદમાં તેમણે કહ્યું કે હું વાંકાનેર પાસેના અરણીટીંબા ગામે રહું છું તુ અહીં આવીજા અને ત્યાર બાદ તુકારેથી અમોને કહેલ કે તુ અહી આવ એટલે તને ઉધો ટીંગાડવો છે અને અમારો રીવાજ છે કે અહી આવે એને તને ટીગાડીવો છે અ ને ઉપાડી લેવો છે.
બાદમાં તેમણે કોલ કરી ફરીથી ગંભીર પ્રકારની ધમકીથી તુ અત્યારે ક્યાં છો તેમજ તારૂૂ સરનામું શું છે તેવુ કહેલ જેથી મે તેમને જવાબમાં કહેલ કે હું રાજકોટ જીવન કોમર્શીયલ બેંકે જ છું તમારે જે કામ હોય તે બેંકે આવીને મને રૂૂબરૂૂ મળજો તેવુ મે તેમને કહેલ જે બાદ તેમણે મને કહેલ કે તુ મને ઓળખતો નથી કે હું કોણ છું તેવુ મને આ પ્રદીપસીંહે ફોન માં જણાવેલ હતું.પ્રદીપસીંહે વારંવાર ધમકી નો ઉપયોગ કરી તને મારી નાખવો છે તેવુ કહેલ હતું.બાદમાં આ પ્રદીપસિંહે કહ્યું કે તુ મને ઓળખે છે કે હું કોણ છું હું ડી.વાય.એસ.પી. તખુભા રાણાનો દીકરો છું આથી કંટાળી મે તેઓને જણાવેલ કે હું હમણા રાજકોટના પોલીસ કમીશ્નર પાસે આ અંગેની ફરીયાદ નોંધાવવા જાવ છું ત્યારે પણ મને ઢસડવાની ધમકી આપેલ અને કહેલ કે કમીશ્નર મારા પિતાને ઓળખે છે અને આરોપીએ કહ્યું કે અમારી જીવન કોમર્શીયલ બેંકની લોન રીકવરી કરશો તો તમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.