‘હું સદર બજારનો ડોન છું’ મારી ગાડી તારાથી રોકાય કેમ? નામચીન શખ્સની પોલીસને ધમકી
રાજકોટ શહેરમાં ભૂતખાના ચોકમાં બંધ સાઈડમાંથી નીકળેલા એક્સેસ ચાલકને ટ્રાફિક કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ રાણાએ અટકાવતા ચાલક સમીર બ્લોચ ઉશ્કેરાયો અને હું સદર બજારનો ડોન સમીર બ્લોચ છું, બધી પોલીસ મારા હાથમાં છે કહીં કોન્સ્ટેબલને ધક્કે ચડાવ્યાં અને બેફામ ગાળો આપી મારી નાંખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજમાં રૂૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અને આરોપીને અટકમાં લીધો હતો.બનાવ અંગે પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતાં રૂૂતુરાજસિંહ રાણાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સદર બજારના સમીર બ્લોચનું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે ફરજમાં રૂૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપીને સકંજામાં લીધો હતો.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ટ્રાફીક શાખામાં સેક્ટર નં.03 માં પોલીસ કોન્સટેબલ તરીકે છેલ્લા પાંચેક મહીનાથી ફરજ બજાવે છે. ગઈકાલે તેઓની નોકરી ભુતખાના ચોકમાં બપોરના ત્રણ વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધીની હતી.તેઓ ભુતખાના ચોક પાલજી સોડાની દુકાન સામે ટીઆરબી બ્રીગેડ ગણેશા અશ્વીન તથા મૈયડ પ્રસાદ સાથે ફરજ ઉપર હાજર હતા ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાની આસપાસ તેઓ ટ્રાફીક ક્લીયર કરાવતાં હતાં. લોધાવાડ ચોકી તરફની સાઇડ બંધ કરાવી બીજી સાઇડનું ટ્રાફીક ક્લીયર કરાવતાં હતાં.
દરમિયાન બંધ સાઇડ તરફથી એક નંબર પ્લેટ વગરનું એક્સેસ બાઈકનો ચાલક તેની સાઇડ બંધ હોવા છતા તે ત્યાથી જતો હતો. જેથી એકસેસ ચાલકને ઉભો રાખીને પુછેલ કે, તમારી સાઇડ બંધ છે, તો પણ તમે કેમ તમારૂૂ બાઈક ચલાવીને જાવ છો ? તેવુ કહેતા તે શખ્સ ઉશ્કેરાઈને કહેલ કે, હું સદર બજારનો ડોન છું, મારૂૂ નામ સમીર બ્લોચ છે, અને બધી પોલીસ મારા હાથમાં છે, મને હજી તું ઓળખતો નથી તેમ કહેવા લાગેલ અને મારી ગાડી તારાથી રોકાય કેમ? તને હું જોય લઇશ તેવી વાત કહી આ સમીર બ્લોચ તેનુ એકસેસ લઇને બીજા વાહનોને ભટકાઈ તે રીતે ભાગવા લાગેલ હતો.
ત્યારે ફરીયાદીએ બન્ને ટીઆરબી જવાનોની મદદથી તેના એક્સેસને રોકીને તેને ત્યા ઉભો રાખેલ ત્યારે સમીર બ્લોચ જેમ ફાવે તેમ અભદ્ર ભાષામાં ગાળો આપવા લાગેલ જેથી તેને શાંતી રાખવા જણાવેલ તો તે વધુ ઉશ્કેરાઇને કહેવા લાગેલ કે, હું તને મારી નાખીશ કહીં ધમકી આપી તારે જે કરવું હોય તે કરી લે હું તારી વર્દી ઉતારી નાંખીશ.પોલીસ જવાન સાથે જાહેર રોડ ઉપર ઝપાઝપી કરવા લાગેલ હતો. બાદમાં પોલીસ જવાને પોલીસ કંટ્રોલ રૂૂમમાં ફોન કરી પોલીસની ગાડી બોલાવેલ અને આરોપીને એ. ડીવીઝન પોલીસ સ્ટેશન લાવેલ અને તેના વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.આરોપી અગાઉ ચિલઝડપમાં પણ આવી ચુક્યો હોવાનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.