કાલાવાડ રોડ પરની પરિણીતાને પતિનો ત્રાસ, દિયર હાથ પકડી બીભત્સ માગણી કરતો
રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર માવતરે આવેલી પરિણીતાએ પતિના ત્રાસ અને દિયરે હાથ પકડી બિભત્સ માંગણી કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. આ ઘટના અંગે આરોપીની ધરપકડ કરવા તજવીજ શરૂ કરાઇ છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કાલાવડ રોડ પર માવતરે આવેલી એક પરિણીતાએ તેમની ફરીયાદમાં પતિ હિતેશ ટીકમભાઇ માંડલીયા અને દિયર નિલેશ ટીકમભાઇ સામે માલવીયા પોલીસ મથકમાં ત્રાસ અંગે ફરીયાદ નોંધાવી હતી. પરિણીતાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, પોેતે હાલ છેલ્લા પંદર દિવસથી માવતરે રહે છે. તેમના લગ્ન 12 વર્ષ પહેલા જ્ઞાતિના રિતરીવાજ મુજબ થયા હતા.
આ લગ્નજીવન થકી તેમને સંતાનમાં બે બાળકો છે. લગ્ન બાદ તેઓ સહકુટુંબ સાથે રહેતા હતા. ત્યારબાદ દિયરના લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ દ્વારા નાની-નાની બાબતોમાં ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. ત્યારબાદ દિયર નિલેશ જયારે પરિણીતા પોતાના ઘરે એકલી હોય ત્યારે હાથ પકડી બિભત્સ માંગણી કરતો હતો અને આવું અવાર નવાર બનતું પરંતુ પરિણીતા મુંગા મોઢે સહન કરતી અને આ સમગ્ર હકિકત તેમના પતિને કહેતા પતિએ કહ્યું કે આમા તારો જ વાંક છે તેજ દિયર કહેતો કે તું કોઇને વાત કરીશ તો હું તને કોઇ પણ રીતે બ્લેકમેઇલ કરીશ. ત્યારબાદ પતિએ એકવાર ધક્કો મારીે પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી હતી. બાદમાં માવતરે ફોન કરી અહીંથી લઇ જવાનું કહેતા તેઓ માવતરે લઇ ગયા હતા અને બાયકોને પતિએ રાખ્યા હતા. તેમજ આ પતિ અને દિયરે પરિણીતા સામે ખોટા આક્ષેપો પણ કર્યા હતા. આ પતિ અને દિયરને સમાધાન કરવું ન હોય જેથી અંતે પોલીસમાં ફરીયાદ કરી હતી.