જામજોધપુરના માંડાસણ ગામની પરિણીતાના આપઘાત કેસમાં પતિને પાંચ વર્ષની જેલ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં સાત વર્ષ પૂર્વે એક પરિણીતાએ આત્મહત્યા કરી હતી. આ અંગે નો કેસ અદાલત માં ચાલી જતાં અદાલતે આરોપી પતિ ને પાંચ વર્ષની જેલ સજા નો હુકમ કર્યો છે.
જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં રહેતા પ્રવીણભાઈ મંગાભાઈ બેડવા સાથે રૂૂપાબેન ના લગ્ન થયા હતા. લગ્ન પછી તેણીને પતિ પ્રવીણ તેમજ સાસુ-સસરા મેણાટોણા મારી દહેજની માગણી કરી ત્રાસ આપતા હતા. અને તે.અંગે ની ફરિયાદ રૂૂપાબેને પિયર માં કરી હતી .અને તે દરમિયાન રૂૂપાબેનને કાઢી મુકવામાં આવતા પિયર પરત ફરી હતી . આ પછી સમાધાન થતા રૂૂપાબેન ફરી વખત સાસરે પહોંચ્યા હતા.
આ પછી ગત તા.20-પ-18ના દિને પ્રવીણે ફોન કરીને પોતાના સાઢુ ગિરધરભાઈને કહ્યું હતું કે, રૂૂપાબેન ને તેડી જાવ, મારે જોઈતી નથી તેમ કહેતા કિરીટભાઈ તથા અન્ય વ્યક્તિઓ રૂૂપાબેનને લઈ આવવા માટે રવાના થયા હતા. તે દરમિયાન જ રૂૂપાબેને અગ્નિસ્નાન કરી લીધુ હતું. આ પરીણીતાનું ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. શેઠવડાળા પોલીસે કિરીટભાઈ ની ફરિયાદ પર થી જમાઈ પ્રવીણ બેડવા અને રૂૂપાબેન ના સાસુ ઉઝીબેન, સસરા મંગાભાઇ સામે ગુન્હો નોંધ્યો હતો. ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં અદાલતે તમામ.દલીલો સંભાળ્યા પછી આરોપી પતિ પ્રવીણ મંગાભાઈ બેડવા ને તક્સીરવાન ઠરાવી પાંચ વર્ષની કેદ નો હુકમ કર્યો હતો. આ કેસ માં સરકાર તરફે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.