For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તુજ મે કામ કરને કી ઔકાત નહીં કહેતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુ

05:18 PM Nov 17, 2025 IST | admin
તુજ મે કામ કરને કી ઔકાત નહીં કહેતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુ

વડોદરામાં પતિએ પત્નીની હત્યા કરતા ખળભળાટ, છ મહિનાની બાળકી નિરાધાર બની

Advertisement

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ જ પત્નીની ગળુ દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.મહિલાના પતિ સાથે બીજા લગ્ન થયા હતા. આ દંપતીને છ માસની બાળકી પણ છે. જો કે માતા મિસ્બા શેખની હત્યાથી બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે જે પી રોડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા પાછળનું મૂળ કારણ એટલું છે કે પતિ કોઈ કામ કરતો ન હતો અને છ માસની બાળકીને માતા મારતી હશે એટલે પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. પતિએ પોલીસ સમક્ષ આપેલા નિવેદન કહ્યું કે, તુમ્હારે મેં કામ કરને કી ઔકાત નહી હૈ ઓર મુજે સલાહ દેતે હો એસા મુજે બોલ કે ચિલ્લાતી થી, ઇસલિયે મુજે ગુસ્સા આ ગયા.

શેખ પરિવાર તાંદલજા વિસ્તારમા આવેલી મહાબલીપુરમ સોસાયટીના ગેટ નંબર 2ના મકાન નંબર 197માં થોડા દિવસો અગાઉ રહેવા માટે આવ્યો હતો. આશરે 23 વર્ષીય મિસ્બા શેખ તથા તેના પતિ કાસિમ શેખ વચ્ચે કારણોસર બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ ઉશકેરાયેલા કાસિમે તેની પત્ની મિસ્બા શેખનુ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. મિસ્બાને સંતાનમા 6 મહિનાની બાળકી છે. આ બનવાની જાણ થતાં જ જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો હતો. હત્યા કરનારા આરોપી પતિ કાસિમ શેખને ગણતરીના કલાકોમાં જ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

મૃતક મિસ્બા શેખનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો આવ્યો હતો. પોલીસે હાલમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા પાછળનું શું કારણ છે તે દિશામાં પણ તપાસ શરૂૂ કરી છે.
જે પી રોડ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં, મિસ્બા ઉર્ફે આરજુ (ઉમર વર્ષે 23)ના પતિ કાસિમ શબ્બીરભાઇ શેખ ભાડેથી રાખેલા ઘર મહાબલીપુરમ ગેટ નંબર-02 તાંદલજા ખાતે રહેતા હતા. પત્નીનું ગળું દબાવી હત્યા કરનાર કાસિમ શેખ ફરિયાદમાં જણાવે છે કે તુમ્હારી નવાસી મિસ્બા મેરી છોટી લડકી કો મારતી થી, ઓર બાર બાર મૈને ઉસકો મારને કો મના કીયા, તો મેરે કો બોલી કી તુમ કુછ કમાતે તો નહીં હો તુમ્હારે મેં કામ કરને કી ઔકાત નહી હૈ ઓર મુજે સલાહ દેતે હો એસા મુજે બોલ કે, ઔર ચીલ્લાતી થી ઔર મેરી લડકી કો જ્યાદા મારતીથી તો મેરે કો ગુસ્સા આ ગયા ઓર મૈને ઉસકા ગલા દબા કે માર ડાલા અભી મહાબલીપુરમ વાલે ભાડે કે મકાન મેં પડી હૈ તેવું પોલીસને નિવેદન આપ્યું હતું.

આ અંગે મૃતકના મામા શબ્બીર હુસૈન અબુલ કરીમ દીવાને જણાવ્યું કે, પોલીસે અમને આ અંગે જાણ કરી હતી. ઘરમાં ઝઘડો થયો હતો અને તે હત્યા સુધી પહોંચ્યો છે અને તેને છ મહિનાની બાળકી છે અમને ન્યાય જોઈએ છે. અમારે તેની સાથે માત્ર ફોન ઉપર કોન્ટેક્ટ હતો. તેનો ઘર સંસાર સારી રીતે ચાલતો હતો અને બાળકી બાબતે ઝઘડો થતા આ ઘટના બની છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement