ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તળાજાના શેળાવદર ગામે પત્નીની બેરહેમીથી હત્યા કરી પતિ પોલીસમાં હાજર થઇ ગયો

01:10 PM Aug 04, 2025 IST | Bhumika
Advertisement

પરપુરૂષ સાથે આડા સંબંધથી કંટાળેલા પતિએ ખેલ્યો ખૂની ખેલ

Advertisement

ભાવનગર જિલ્લાના તળાજાના શેળાવદર ગામે ગઇકાલ રાત્રે પત્ની નું ગળું દબાવ્યા બાદ ઇંટ અને પથ્થરના ઘા ઝીંકી ક્રૂરતા પૂર્વક હત્યા કર્યા બાદ એક દિવસ સિમ વગડા મા છુપાયા બાદ થાકી ગયેલા હત્યારા પતિ એ દાઠા પોલીસ મથકે જઈ આત્મ સમર્પણ કર્યું છે.પોલીસે જણાવ્યું હતુકે પત્ની ને આડા સબંધો ન રાખવા માટે કેટલાય થી સમજાવવા છતાંય તે માની નહી જેના કારણે આરોપીએ ક્રૂરતા અપનાવવી પડી હતી.તેવું આરોપીએ નિવેદન આપ્યું છે.કાલે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવશે.

લગ્ન થયા હોવા છતાંય પર પુરુષ અથવા પરસ્ત્રી લગ્નેતર સબંધો બાંધવાના કારણે તેનો અંજામ મોટાભાગે ક્રૂર હોય છે.તળાજા ના શેળાવદર ગામે યુવક દ્વારા કરેલ પત્નીની કરપીણ હત્યામાં પોલીસ સમક્ષ આરોપી પતિ એ એવોજ ખુલાસો કર્યો હતો.પો.ઈ ચેતન મકવાણા એ જણાવ્યું હતુકે પત્ની છાયાબેન ની હત્યા કરી પતિ વનરાજ ગોહિલ ફરાર થઈ ગયો હતો.જે આજે સામેથીજ પોલીસ મથકે હાજર થયો હતો.હત્યા કરવાના કારણમાં પતિ એ ખુલાસો કર્યો હતો કે ત્રણ ત્રણ સંતાનો હોવા છતાંય પત્ની છાયા પર પુરુષ સાથે લગ્નેતર સબંધો રાખતી હતી.આથી તેને અનેક વખત સમજાવવા નો પ્રયાસ કર્યો હતો.તે માતની ન હોય આથી વારંવાર તે બાબતે ઝઘડા થતા હતા.

આરોપીએ પત્ની અને તેની સાથે સબંધ રાખતા ઉંચડી ગામના ગોપાલ નામના ઇસમ બંને ને કહ્યું હતુકે તમે બંને લગ્ન કરી એક સાથે રહો,મને વાંધો નથી.જો તેમ ન કરવું હોય તો સમાજ જેને સ્વીકૃત નથી કરતું તેવા સબંધ ન રાખો.પતિ એ છૂટ આપી હોવા છતાંય પત્ની તેમની ભાવના સમજી શકી નહી જેને કારણે શુક્રવાર ની રાત્રિ છાયા માટે કાતિલ બની રહી.એટલું જ નહીં તેમના આડા સબંધો ને કારણે 6 વર્ષ થી લઈ 13 વર્ષ સુધીના બે દીકરીઓ અને એક દીકરો મળી કુલ ત્રણ સંતાનો એ માતા ની કાયમ માટે છત્ર છાયા ગુમાવી તો માતાની હત્યા નિપજાવવા બદલ પિતા ને જેલમાં જતા જોવાનો વખત આવ્યો છે.

પોલીસે જણાવ્યું હતુકે આવતીકાલે કોર્ટમાં રજૂ કરી ને આરોપી ના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવશે.આરોપી હત્યા કર્યા બાદ સિમ વગડા માં ચાલ્યો ગયો હતો.

Tags :
crimegujaratgujarat newsmurderTalajaTalaja news
Advertisement
Next Article
Advertisement