ભુજમાં મહિલા પોલીસ કર્મચારીને પતિ દ્વારા જીવતી સળગાવવાનો પ્રયાસ
શહેરના એરપોર્ટ રોડ પર આવેલા 36 ક્વાર્ટરમાં રહેતા મહિલા પોલીસ કર્મચારી પર તેના પતિએ પેટ્રોલ છાંટી રૂૂમને બહારથી કડી મારી ગેસનો ચૂલો ચાલુ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બનાવમાં એ-ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરૂૂદ્ધ ગુનો દાખલ કરાયો છે.આ બાબતે 36 ક્વાર્ટરમાં રહેતા કિરણબેન અલ્ફાઝ ઇકબાલ પંજાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ નલિયા પોલીસ સ્ટેશનમાં એલઆર વુમન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
અમદાવાદ રથયાત્રામાં બંદોબસ્ત દરમિયાન ગઢશીશા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એલઆર પોલીસ કોન્સ્ટેબલ અલ્ફાઝ ઇકબાલ પંજા સાથે મુલાકાત થઇ હતી. બાદમાં પરિવારની સહમતીથી અમરેલી ખાતે લગ્ન કર્યા હતા. ફરિયાદીના માતાને ઘુટણના ભાગે તકલીફ હોવાથી સારવાર માટે ભુજ આવવું પડતું હતું. જેથી 36 ક્વાર્ટરમાં મકાનમાં રહેતા હતા. પતિ ભુજ આવતા એ દરમિયાન ઘરની બાબતોમાં તેમજ નોકરીની બાબતોમાં શક-વહેમ રાખી શારીરિક માનસિક ત્રાસ આપી ગાળો આપી માર મારવામાં આવતો હતો.
ફરિયાદીને વતનમાં મતદાન સુધારણા યાદી માટે જવાનું હોઇ રજા લીધી હતી અને પતિ ગૃહમંત્રીના બંદોબસ્તમાં ભુજ ખાતે આવ્યા હતા. 25 તારીખે સવારે ફરિયાદી પતિનો મોબાઇલ જોતા હતા ત્યારે શેર બજારમાં રૂૂપિયા રોક્યા હોવાનું જણાઇ આવતા શેર બજારમાં ન રમવા અને પૈસાનો ખોટો બગાડ કરવાની ના પાડતા ઉશ્કેરાઇને ગાળો આપી માર માર્યો હતો અને ફરિયાદીના માતા વચ્ચે પડતા તેઓને ધકો મારી દીધો હતો. ફરિયાદીના ઘરે રાખેલ અડધો લિટર પેટ્રોલ ભરેલી બોટલ લઇને આવી ફરિયાદીને સળગાવી મારી નાખવા માટે તેમના પર ઢોળી માતાને માર મારવામાં આવ્યો હતો.
બન્ને જણાને રૂૂમમાં પૂરી કડી મારી રસોડામાં ગેસનો ચૂલો ચાલુ કરી આરોપી જતા-જતા ધમકી આપી ગયો કે, તમને જાનથી મારી નાખવા છે. આખા ઘરમાં ગેસની વાસ આવવા લાગતા ફરિયાદીએ બૂમાબૂમ કરતા અવાજ સાંભળી ઉપર રહેતા મહિલા દોડી આવ્યા અને ગેસ બંધ કરી દરવાજો ખોલી બહાર કાઢયા હતા. આ બાબતે ભુજ એ-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગઢશીશા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પતિ અલ્ફાઝ ઇકબાલ પંજા દ્વારા ફરિયાદીને લગ્ન જીવન દરમિયાન શારીરિક માનસિક ત્રાસ આપી પેટ્રોલ છાંટી રૂૂમમાં પૂરી દઇ સળગી જાય તે માટે ગેસનો ચૂલો ચાલુ રાખી ગુનો આચરવામાં આવતા વિવિધ કલમો તળે ફરિયાદ નોંધવામાં આવી હતી.
