જામજોધપુરમાં મહિલાની હત્યાના આરોપી પતિને જેલ હવાલે કરાયો
જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ચારિત્ર્ય ની શંકાના કારણે એક પર પ્રાંતીય શ્રમિક મહિલા પર તેણીના જ પતિએ પથ્થર વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી, જે આરોપી ને ઝડપી લઇ એક દિવસના રિમાન્ડ પર લેવાયા બાદ તેને જેલમાં ધકેલી દેવાયો છે.
જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ માં શ્રમિકોની મજૂરોની વસાહતમાં એક ઝૂંપડીમાં રહેતી ગુલીબેન નારિયાભાઈ બામણીયા નામની 25 વર્ષની પરપ્રાંતીય શ્રમિક મહિલા ઉપર ચારિત્ર્ય ની શંકા ના આધારે તેણીના પતિએ ઉશ્કેરટમાં આવી જઈ ધારદાર પથ્થરનો ઘા માથામાં ઝીંકી દઇ હત્યા નિપજાવી હતી.
જે પ્રકરણમાં પોલીસે હત્યારા આરોપી નારીયા ભાઈ બામણીયા ની અટકાયત કરી લઈ એક દિવસના રિમાન્ડ પર લીધો હતો. જેની પાસેથી હત્યામાં વપરાયેલો પથ્થર અને બળતણ માટે ઉપયોગમાં લેવાય તેવું લાકડું વગેરે કબજે કર્યા છે. આરોપીની ડિમાન્ડની મુદ્દત પૂરી થતાં તેને જેલ હવાલે કરાયો છે. મૃતકના ત્રણ સંતાનો હાલ નોંધારા થઈ ગયા હોવાથી ત્રણેય સંતાનોની સાર સાંભળ મૃતક મહિલા ના ભાઈ રાખી રહ્યા છે.