પ્રભાસપાટણમાં પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરનાર હોટલ સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો
ગીરસોમનાથ જીલ્લા ખાતે દેશ વિદેશમાંથી યાત્રાળુઓ સાસણ,સોમનાથ વિગેરે સ્થળે ફરવા દર્શનાર્થે આવતા હોય, કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ અગત્યના ઇનપુટસ બાબતે મહત્વની માહિતી મળી રહે તેમજ આંતકવાદી ઘટનાઓને અટકાવવા પરીણામલક્ષી માહિતી તમામ રીસોર્ટ ,હોટલો,ફાર્મ હાઉસો,ગેસ્ટહાઉસો પાસેથી તાત્કાલીક મળી રહે તે માટે આવા રીસોર્ટ, ફાર્મહાઉસ ,હોટલ ,ગેસ્ટહાઉસમાં રહેવા માટે આવતા વ્યક્તિઓના આધાર, પુરાવા વાહન વિગેરે તમામ બાબતોની એન્ટ્રી પથિક સોફટવેરમાં કરવા માટે જીલ્લા મેજી મેં. ગીરસોમનાથ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરાવવા માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન અનુસાર તા.22/11/2025ના એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડાનાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના દેવદાનભાઈ એમ.કુંભરવાડીયા, મેરામણભાઇ શામળા એ.એસ.આઇ. તથા મહાવિરસિહ જાડેજા તથા કૈલાશસિંહ બારડ પો.કોન્સ.એ રીતેના પોલીસ સ્ટાફ પ્રભાસ પાટણ વિસ્તારમાં હોટલ,ગેસ્ટહાઉસ ચેકીંગની કામગીરીમાં હતા દરમ્યાન ગુરુ કૃપા નામની હોટલ સંચાલક શબીરભાઇ આમદભાઈ મોઠીયા, ઉ.વ.27, ધંધો: હોટલનો રહે.પ્ર.પાટણ, જણાવેલ વિગત મુજબના હોટલ સંચાલકે પોતાની હોટલમાં રહેવા માટે આવતા વ્યક્તિઓની પથીક સોફટવેરમાં એન્ટ્રીઓ કર્યા વગર રૂૂમ રહેવા માટે આપેલ હોય તેમના વિરૂૂધ્ધ પ્રભાસ પાટણ પો.સ્ટે. જાહેરનામા ભંગ ગુન્હો રજી. કરાવેલ. હોટલ સંચાલકે પોતાની હોટલમાં આવતા ઉતારૂૂઓની તથા જરૂૂરી ડોકયુમેન્ટની પથિક નામના સોફટવેરમાં એન્ટ્રી નહી કરી જીલ્લા મેજી.સા. ગીરસોમનાથના જાહેરનામાનો ભંગ કરેલ