For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં કારમાં પોલીસનું બોર્ડ મારી ફરતો જેતપુરનો હોટેલ સંચાલક પકડાયો

04:42 PM Nov 12, 2025 IST | admin
જૂનાગઢમાં કારમાં પોલીસનું બોર્ડ મારી ફરતો જેતપુરનો હોટેલ સંચાલક પકડાયો

શહેરમાં રાત્રે મજેવડી દરવાજા સર્કલેથી જેતપુરના હોટેલ સંચાલકની કારમાં પોલીસ લખેલા બોર્ડ સાથે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં સોમવારની રાત્રે પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતુ. તે દરમિયાન મજેવડી દરવાજા સર્કલના રોડ પર જેતપુરમાં અમરનગર રોડ ઉપર આવેલ ગ્રીન પાર્કમાં રહેતા હોટેલ સંચાલક 49 વર્ષીય નિલેશભાઇ રાજાભાઇ રીબડીયા જીજે 03 જેઆર 9142 નંબરની કાર આવતા જેમાં ડ્રાઇવરની આગળના કાચમાં સ્પષ્ટ રીતે જોઇ, વંચાઇ શકાય તે રીતેનુ અંગ્રેજી ભાષામાં ટાઇપ કરેલ પોલીસનુ એક્રેલીક બોર્ડ જોવામાં આવ્યું હતું.

Advertisement

જેથી કાર રોકી નિલેશ રીબડીયાની પોલીસે પૂછપરછ કરતા શખ્સ પોલીસ રાજયસેવક તરીકે હોદો ધરાવતો ન હોય તેમ છતાં ખોટી રીતે પોલીસમાં હોવાનો દેખાવ કરવા પોતાની પ્રાઇવેટ કારમાં પોલીસનુ બોર્ડ લગાવ્યું હોવાનું જણાવ્યા તેની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement