For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

HMP વાઈરસના દર્દીની માહિતી હોસ્પિટલે 10 દી’ છૂપાવી રાખી

12:43 PM Jan 07, 2025 IST | Bhumika
hmp વાઈરસના દર્દીની માહિતી હોસ્પિટલે 10 દી’ છૂપાવી રાખી

અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા નોટિસ ફટકારાઇ

Advertisement

ચીનમાં હાહાકાર મચાવનાર HMP વાઈરસની અમદાવાદમાં એન્ટ્રી થઈ છે. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં 2 મહિનાનું બાળક હાલ સારવાર લઈ રહ્યું છે. અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઓરેન્જ હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે.

બાળકને વાઈરસ ડિટેક્ટ થયો હોવા છતાં AMCને જાણ કરી ન હતી. જેથી AMC હેલ્થ વિભાગને હોસ્પિટલ પર કાર્યવાહી કેમ ન કરવી અને માહિતી છુપાવવા બદલ નોટિસ આપી જવાબ માંગ્યો છે.

Advertisement

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે મહિનાના બાળકને HMP કેસ પોઝિટિવ આવ્યો છે. હાલ બાળકની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે.

બાળકની સ્થિતિ સારી છે. પરંતુ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી આવેલા જૈન પરિવાર 24 ડિસેમ્બર 2024ના રોજ બાળક સાથે સારવાર અર્થે અમદાવાદ ખાતે આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં આવ્યા હતા. ડોક્ટરો દ્વારા તપાસ બાદ અલગ અલગ રિપોર્ટ કરાયા હતા અને 26 ડિસેમ્બર 2024ના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પરંતુ અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ અને સરકારને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. જેથી મહાનગર પાલિકા દ્વારા હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે.

AMC આરોગ્ય વિભાગને નોટિસ આપતા લખ્યું છે કે હાલમાં HMP ના કેસો બાબતની માહિતી જે તે હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ધોરણે રિપોર્ટ થાય તે ખુબ અગત્યનું છે. તેમ છતાં આ પ્રકારના કેસોની વિગત હોસ્પિટલે AMCને જણાવવી જરૂૂરી હોય છે તેમ છતાં 10 દિવસથી વધુ સમય પછી પણ આ કેસની વિગત ન જણાવવા અને રિપોર્ટિંગ ન કરવા બદલ આપની વિરુદ્ધ કાયદાકીય પગલા કેમ ન લેવા? તેનો ખુલાસો તાકીદે કરવા જણાવવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા હાલ સદર વાયરસ અંગે ગાઈડ લાઈન જાહેર કરાઈ છે. તેમ છતાં ઓરેન્જ હોસ્પિટલમાં બેબી ઓફ દર્દી નામે જૈન ધારાણી હેમતભાઈ જેઓ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રિચા ગામના વતની છે. તેના બે મહિનાના બાળકને સારવાર અર્થે 24 ડિસેમ્બરના રોજ અહીં દાખલ કરાયા હતા. પરંતુ બાળકનો રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં હોસ્પિટલ બેદરકારી રાખી આરોગ્ય વિભાગને જાણ કરી ન હતી. બાળકની સ્થિતિ શરૂૂઆતમાં નાજુક હતી, બાળકને બે દિવસ ઓક્સિજન અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. પરંતુ હાલ બાળકની સ્થિતિ સારી છે. પરંતુ આરોગ્ય વિભાગે પરિવાર અને બાળકને આઈસોલેશન કરવા તાકીદ કરી છે.

રાજકોટ-અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ અને ટેસ્ટિંગની સુવિધા ઊભી કરાઇ
એચએમપી વાઇરસના સંભવિત ખતરાના પગલે રાજય સરકાર દ્વારા રાજકોટ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ વોર્ડ ઉભા કરવામા આવ્યા છે. રાજકોટની પીડીયુ હોસ્પિટલમા ઓકિસજન અને વેન્ટીલેટર ફેસેલીટી સાથે 10 બેડનો વોર્ડ રિર્ઝવ કરી દેવામા આવ્યો છે. જયારે અમદાવાદમા સિવિલ હોસ્પિટલમા આ વાઇરસના દર્દીઓ માટે અલગથી આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામા આવ્યો છે. આ ઉપરાંત સરકાર દ્વારા ગભરાવાની નહીં પરંતુ સાવચેત રહેવાની અપીલ કરવામા આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement