રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઓનર કિલિંગ : મામાની દીકરી સાથેના પ્રેમસંબંધના કારણે યુવાનની હત્યા

11:36 AM Jul 15, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પડધરીના ઢોકળિયા ગામે પ્રેમિકાને મળવા જતાં યુવકને રસ્તા વચ્ચે જ આંતરી ધોકાના ઘા ઝીંકી પતાવી દીધો : બે મામા સહિત ચાર શખ્સો સામે નોંધાતો ગુનો : ત્રણની અટકાયત

રાજકોટ જિલ્લામાં ગુનાખોરી દિવસને દિવસે વધી રહી છે તેમાં ઓનર કિલીંગના બનાવો પણ જોવા મળી રહ્યાં છે જેમાં રાજકોટ નજીક આવેલ વેજાગામ વાજડી રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતાં તેના જ મામાની દિકરી સાથે આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની જાણ પરિવારજનોને થઈ જતાં ગઈકાલે પ્રેમિકાને મળવા જતાં યુવાનને રસ્તા વચ્ચે આંતરી બે મામા સહિત ચાર શખ્સોએ ધોકાના ઘા ઝીંકી ભાણેજની ઠંડા કલેજે હત્યા કરી ત્રણ આરોપીઓ સામેથી પોલીસમાં હાજર થઈ ગયા છે. આ બનાવની જાણ થતાં પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ નજીક લોધિકા તાલુકાના વેજાગામ વાજડી રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતાં જયદીપ હમીરભાઈ મેરીયા (ઉ.24) નામના યુવાનની ગઈકાલે સાંજે પડધરી તાલુકાના ઢોકળીયા ગામેથી લોહી ખરડાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની યુવાનના પિતા હમીરભાઈ મનજીભાઈ મેરીયાને જાણ થતાં તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ પડધરી પોલીસને જાણ કરી હતી.
પોલીસની પુછપરછમાં ત્રણ ભાઈમાં સૌથી મોટો જયદીપ અપરિણીત હોવાનું અને તેને ઢોકળીયા ગામે જ રહેતા સગા મામાની દિકરી સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને અવારનવાર આ પ્રેમિયુગલ મળતાં હતાં.

ગઈકાલે જયદીપ ઢોકળીયા ગામે પ્રેમિકાને મળવા માટે નીકળ્યો હતો. જેની જાણ અગાઉથી જ મામાને થઈ જતાં ઢોકળીયા ગામની સીમમાં જ જયદીપને આંતરી ધોકાના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું.

આ બનાવ અંગે પડધરી પોલીસે હમીર મનજીભાઈ મેરીયાની ફરિયાદ પરથી ઢોકળીયા ગામે રહેતા ગોવિંદ પ્રેમજીભાઈ મુછડીયા, પ્રવિણ પ્રેમજીભાઈ મુછચડીયા, રસિક પ્રવિણભાઈ મુછડીયા અને કંચનબેન ગોવિંદ મુછડીયા સામે ખુનનો ગુનો નોંધી ગોવિંદ, પ્રવિણ અને કંચનબેન સામેથી પોલીસમાં રજુ થઈ જતાં તેઓની અટકાયત કરી લેવામાં આવી છે. આ બનાવની તપાસ પડધરીના પીએસઆઈ જી.જે.ઝાલા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.

Tags :
gujaratgujarat newsHonor Killingmurderrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement