રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હાઇપ્રોફાઇલ જુગાર કલબમાં SMCના મોરબીમાં ધામા, નવ કલાક સુધી પંચ અને પોલીસની પૂછપરછ

12:27 PM Dec 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

લજાઈ નજીક કમ્ફર્ટ હોટેલમાં હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પકડાયા બાદ મોટા વહીવટની ચર્ચા વચ્ચે ઓચિંતી પીઆઈની બદલી થઈ હતી. આ સમગ્ર મામલે તપાસ માટે જખઈની ટીમે હોટેલમાં ધામાં નાખી 9 કલાક તપાસનો દૌર ચલાવ્યાનુ જાણવા મળી રહ્યું છે.મોરબી - રાજકોટ હાઇવે ઉપર ટંકારા તાલુકાની હદમાં આવેલ હોટલ કમ્ફર્ટમા ધમધમતી હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં ગત તા.25 ઓક્ટોબરના રોજ દરોડો પાડી ઈન્ચાર્જ પીઆઈ વાય.કે. ગોહિલે 12 લાખ રોકડા તેમજ ફોર્ચ્યુનર કાર સહિત 63 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજકોટના જાણીતા શિલ્પા જવેલર્સવાળા ભાસ્કર પારેખ સહિત 9 આરોપીઓને પકડી પાડ્યા હતા.

બીજી તરફ હોટલ કમ્ફર્ટમા હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડા બાદ પોલીસબેડામા ખળભળાટ મચી જાય તેવા એક્શન આવ્યા હતા. આ જુગાર કલબમાં દરોડા બાદ વહીવટની ચર્ચાઓ પણ ઉઠી હતી. ત્યારબાદ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા ઈન્ચાર્જ પીઆઈ વાય.કે.ગોહિલને વાંકાનેર રેન્જમાં લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા. તેમજ પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની દ્વારકા જીલ્લામાં બદલી કરી નાખી જુગાર કલબ મામલે લીંબડી ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી હતી.

આ પ્રકરણમાં એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમ તપાસ માટે હોટલે પહોંચી છે. રેડ સમયે લેવામાં આવેલા પંચોના નિવેદન સહિતની બાબતોની તપાસ હાથ ધરાઈ છે. બપોરના 11 વાગ્યાથી સતત 9 કલાકથી હોટલમાં તપાસ ચાલી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે એસપી, ડીવાયએસપી સહિત એસએમસીનો 10 જેટલા વ્યક્તિઓનો સ્ટાફ તપાસ અર્થે આવ્યો છે. આ મામલે ડીવાયએસપી કે.ટી. કામરીયાએ જણાવ્યું કે કમ્ફર્ટ હોટેલમાં જુગાર કલબ ઉપરની રેડમાં ગેરરીતિની રજુઆત બાદ એસએમસીને તપાસ સોંપવામાં આવી હતી. આ બાબતે પંચો, રેડ કરનાર પોલીસ સહિતના નિવેદનો લેવામાં આવ્યા છે.

Tags :
crimegujaratgujarat newsHigh-profile gambling clubmorbipoliceSMCSMC raid
Advertisement
Next Article
Advertisement