જમીન વેચાણમાં છેતરપિંડી કર્યાના ગુનામાં આરોપીઓની ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટે
રાજકોટના હડમતીયા ગોલીડા ગામની ખેતીની જમીન જુદી જુદી બે વ્યકિતઓને વેચાણ કરી છેતરપિંડી આચરવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ સામે હાઈકોર્ટ દ્વારા સ્ટે ફરમાવવામાં આવ્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં આવેલ કીડવાઈનગર ખાતે રહેતા આશુતોષભાઈ મનસુખલાલ રાયઠઠાના માતાએ હડમતીયા ગોલીડા ગામની રેવન્યુ સર્વે નં. 110 પૈકી 5 ની ખેતીની 5-00 એકર જમીન કે જે નવી શરતની ખેડવાણ જમીન તા. 12/6/2021 ના રોજ રૂૂ.33.50 લાખમાં દેવાભાઈ રામભાઈ મીર, જીણાભાઈ રામભાઈ મીર, 2માબેન રામભાઈ મીર અને જલુબેન રામભાઈ મીર પાસેથી ખરીદ કરી હતી અને જેના અવેજ પેટે રૂૂા.16 લાખ એડવાન્સ પેટે આપ્યા હતા, જે અંગે નોટરી રૂૂબરૂૂ ખેતીની જમીનનું વેચાણ અંગેનું સાટાખત કરાર કરવામાં આવેલ હતો જેમાં આરોપીઓએ રકમ સ્વીકાર્યા અંગેનું મોબાઈલ રેકોર્ડીંગ પણ નોટરીની ઓફીસ ખાતે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સાટાખતના કરાર મુજબ ખેતીની જમીન જુની શરતમાં ફેરફાર થઈ જાય ત્યારબાદ 30 દિવસમાં બાકી રહેતી અવેજની રકમ ચુકવી દસ્તાવેજ કરી આપવાની ખાત્રી આપી હતી ત્યારબાદ આરોપીઓએ ખેતીની જમીન જુની શરતમાં ફેરફાર થઈ જતાં ફરીયાદીને દસ્તાવેજ કરી આપવાને બદલે છગનભાઈ સોરઠીયા નામની વ્યકિતને વેચાણ કરી આપી હતી. જે આશુતોષભાઈ રાયઠઠાના ધ્યાનમાં આવતા આરોપીઓ વિરૂૂધ્ધ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ નોંધાવી હતી.
જે ફરીયાદ અનુસંધાને પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરતા આરોપીઓએ પોતાના એડવોકેટ મારફત ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ રદ કરવા કવાસીંગ પીટીશન ફાઈલ કરી હતી. જે ચાલી જતા હાઇકોર્ટે આરોપીઓની ધરપકડ સામે સ્ટે ફરમાવતો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં આરોપીઓ વતી યુવા એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ. જાદવ, મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા અને હાઈકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલીયા રોકાયા હતા.