રાજકોટમાં મહિલાની હત્યાના ગુનામાં સૂત્રધારને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
શહેરની ભાગોળે આવેલા નવાગામ આણંદપર ગામે ચારિત્રની શંકાના આધારે મહિલાની હત્યાના ગુનામાં જેલ વાલે રહેલા રવિ નવઘણ સિંધવને હાઇકોર્ટે જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરના કુવાડવા રોડ પર આવેલા આણંદ પર ગામે રહેતી હરેશ્માબેન યુનુસભાઇ બેલીમ નામની મહિલાની છરીના ઘા જીકી મોતને ઘાટ ઉતાર્યા અંગેની શાહ નવાબ મહેબૂબ સમા રવિ નવઘણ સિંધવ સહિત પાંચ શખ્સોએ હત્યા નિપજાવ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે રવિ નવઘણ સિંધવ સહિત તમામની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં મૃતક રેશમાબેનને આરોપી શાહનવાબ શમાના પિતા મહેબુબભાઇ સમા સાથે આડા સંબંધ હોવાથી અનવા નવાર ઝઘડાઓ થતા હોવાથી કંટાળી રેશમાબેનને પતાવી દીધાનું જણાવ્યું હતું. તપાસ પૂર્ણ થતા રવિ સિંધવને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટમાં 2વી નવઘણભાઈ સીંધવની જામીન અરજી રદ થતા આરોપીએ તેમના એડવોકેટ કલ્પેશભાઈ નસીત મારફતે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરિ હતી.
ઉપરોકત કામમાં આરોપીની જામીન અરજીમાં ગુજરાત હાઈકોર્ટમાં વિકલ તરીકે આલોક એમ. ઠકકરની ધારદાર દલીલો , હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી હાઈકોર્ટ જસ્ટીસ સમક્ષ ધારદાર દલીલો કરતા જે દલીલોને ગ્રાહય રાખી આરોપી 2વીભાઈ સીધવને શરતી જામીન પર મુકત કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપી 2વીભાઈ સીંધવ તરફે સૌરાષ્ટ્રના પટેલ લો ફોર્મના જાણીતા ધારાશાસ્ત્રી દીલીપભાઈ પટેલ, કલ્પેશ નસીત, નૈમિષ જોષી, અનિતા રાજવંશી , આસીસ્ટન્ટ તરીકે ઈશા કણઝારીયા અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ આલોક એમ. ઠકકર રોકાયેલ હતા.