લેન્ડ ગ્રેબિંગના ગુનામાં મહિલા આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઈકોર્ટ
જસદણ તાલુકાના વડોદ ગામે આવેલી જમીન મુદ્દે માતા-પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. જે ગુનામાં પોલીસ ધરપકડની દહેશતે મહિલાએ કરેલી આગોતરા જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજુર કરતો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની હકીકત મુજબ જસદણ તાલુકાના વડોદ ગામના રે.સ.ન. 23/પૈકી /1 અને 23 પૈકી 2 ની જમીન અન્વયે કરેલ લેન્ડ ગ્રેબીંગ હેઠળ લીંબાભાઈ દેવજીભાઈ ભદાણીયાએ જસદણના જગદીશભાઈ જેઠાભાઈ દેવીપુજક અને નાથીબેન જેઠાભાઈ દેવીપુજક વિરૂૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
અગાઉ હાઈકોર્ટ સમક્ષ ફરીયાદ રદ કરવા કાર્યવાહી થયેલી જે કાર્યવાહી દરમ્યાન સ્ટે ઉઠી જતા જસદણ પોલીસ સ્ટેશન સમક્ષ નોંધાયેલી ફરીયાદ અન્વયે નાયબ પોલીસ અધીક્ષક ગોડલ વિભાગ ધ્વારા કાર્યવાહી કરવામાં આવતા ખોટી અને પાયાવિહોણી ફરીયાદના કામે નાથીબેનએ ધરપકડની દહેશતે કરેલી આગોતરા જામીન અરજી રાજકોટ સેસન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવતા જે હુકમથી નારાજ થઈ નાથીબેને હાઈકોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી કરી હતી.
જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ હાઇકોર્ટ દ્વારા નાથીબેનને પોલીસ સ્ટેશન સમક્ષ જામીન આપવાની સુવિધા સાથે આગતરા જામીન અરજી મંજુર કરતો મહત્વનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં નાથીબેન દેવીપુજક વતી હાઇકોર્ટના એડવોકેટ મેહુલ પાડલીયા તેમજ ગોડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોડલીયા, તથા હિરેન ડી. લિંબડ, દિલીપસિંહ જાડેજા, મોનિષ જોષી, પારષ શેઠ, કુલદિપસિંહ વાઘેલા, કરણ ડી. કારીયા (ગઢવી), કાજલબેન ખસમાણી, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, શીરાકમુદ્દીન એમ. શેરશીયા, વિરલ વડગામા, ક્રિષ્નાબેન પીઠડીયા, પીયુપ કોરીંગા, મૌલીક ગોધાણી, સમીર શેરશીયા, ધારા બગથરીયા, પ્રિયંકાબેન સાગધ્રા, કેતન રાખસીયા, દિક્ષીત કોટડીયા, મયુર ગોંડલીયા, ધવલ જેઠવા, મનીષ ત્રીવેદી, મનીપ ઠાકર, યશ સોની, ભુમી મહેતા, દિપક રાઠોડ, કૌશીક ઉનાગર, યસ રાદડીયા, પ્રિયાંસ ધિનોરા અને પદમાવતીબેન ભુમ રોકાયા હતા.