મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સ વેચાણ કરવાના ગુનામાં હિસ્ટ્રીશીટરની જમીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટ
ઉનામાં 12.5 ગ્રામ મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સ વેચાણ કરવાના ગુનામાં ઝડપાયેલા હિસ્ટ્રીશીટરની જમીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ, ઉના પોલીસે બાતમીના આધારે તા.06/ 02/ 25ના રોજ ગીરગઢડા રોડ બાયપાસ બ્રિજ પાસેથી પંચો રૂૂબરૂૂ રોકી તપાસી સોહિલશા ઉર્ફે સમીર ભીખુશા જલાલી (રહે. ઉપલા રહીમનગર, ઈદગાહની સામે, ઉના) સોહીલ ઉર્ફે સાહીલ હારૂૂનભાઈ વલીયાણી (રહે. ઉના)ને કુલ 12.5 ગ્રામ મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સ ઝડપી લીધા હતા. ધોરણસરની કાર્યવાહી બાદ કોર્ટે જેલહવાલે કર્યા હતા. બાદ આરોપી સોહીલશા ભીખુશા જલાલીએ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજુર થતા તેણે હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી સુનાવણી ઉપર આવી હતી. તેમાં બચાવ પક્ષે રોકાયેલ એડવોકેટ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે, કે કબજે કરેલ માદક પદાર્થ ઈન્ટરમીડીયેટ કવોન્ટીટીમાં આવે છે તેથી એન.ડી.પી.એસ. એકટની કલમ-37નો બાધ નડતો નથી તેમજ ચાર્જશીટ ફાઈલ થઈ ગયેલ છે.
તેમજ આરોપીને અગાઉ કોઈ કેસમાં સજા થયેલ નથી. માત્ર ગુન્હાહિત ઈતિહાસના કારણે જામીન નામંજુર કરવા જોઈએ નહી, જે અંગેના સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક ચુકાદાઓ રજૂ કર્યા હતા, જે ધ્યાને લઈ હાઇકોર્ટ દ્વારા આરોપીને શરતી જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રોહીતભાઈ બી. ઘીયા, હર્ષ રોહીતભાઈ ઘીયા, મયુ2ભાઈ ચૌહાણ, રીધ્ધીબેન ખંધેડીયા રોકાયા હતા.