For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાય રે કળિયુગ ...7 વર્ષની બાળા ઉપર 60 વર્ષના વૃદ્ધનું દુષ્કર્મ

06:05 PM Apr 11, 2025 IST | Bhumika
હાય રે કળિયુગ    7 વર્ષની બાળા ઉપર 60 વર્ષના વૃદ્ધનું દુષ્કર્મ

કોકાકોલા આપવાના બહાને ગઢપણ લજવ્યું, વાપીની ઘટના

Advertisement

મહિલાઓ અને દીકરીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાપીમાં 60 વર્ષના વૃદ્ધે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા ચકચારી મચી ગઈ હતી. બાળકી આરોપીની દુકાને સામાન લેવા ગઈ હતી જ્યાં નરાધમે તેને પીંખી નાંખી હતી. હાલ, સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તાપીમાં 7 વર્ષની બાળકી પાસેની દુકાનમાં સામાન ખરીદવા ગઈ હતી. દુકાને 60 વર્ષીય વૃદ્ધ વેપારી બેઠો હતો, જે 7 વર્ષની બાળકીને કોકા કોલા આપવાના બહાને ઘરમાં લઈ ગયો અને બાદમાં તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. બાળકી જ્યારે ઘરે આવી ત્યારે માતા-પિતાએ પૂછ્યું તો તેણે સમગ્ર ઘટના જણાવી. બાદમાં માતા-પિતાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. રાજ્યમાં સતત બનતી આવી ઘટનાના કારણે હવે ગુજરાતમાં મહિલા અને દીકરીઓની સુરક્ષિત હોવાના પોકળ સાબિત થઈ રહ્યા છે. મહિલા અને દીકરીઓ ઘરની પાસેની દુકાનમાં વસ્તુ લેવા જતા દરમિયાન પણ સુરક્ષિત નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement