ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હરીપરના યુવાનનું અપહરણ કરી વ્યાજખોરોએ બેફામ માર માર્યો

11:45 AM Apr 28, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ખંભાળિયા તાલુકાના હરીપર ગામે રહેતા એક યુવાને તોતિંગ વ્યાજે લીધેલા રૂૂ. 10,000 સામે 25,000 ચૂકવ્યા હોવા છતાં પણ એક શખ્સ દ્વારા અન્ય ચારની મદદથી યુવાનનું અપહરણ કરી અને બેફામ માર મારી, ધમકી આપવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા નજીક આવેલા હરીપર ગામે મહાવીર નગર ખાતે રહેતા અને ડ્રાયવિંગકામ કરતા શામજીભાઈ નારણભાઈ કારવાણી નામના 47 વર્ષના યુવાને આજથી આશરે બેએક વર્ષ પૂર્વે ખંભાળિયાના ભાયા હરી લુણા નામના શખ્સ પાસેથી 10 ટકાના વ્યાજદરથી રૂૂપિયા 10,000 ની રકમ ઉછીની લીધી હતી. સમયાંતરે સામજીભાઈએ ભાયા લુણાને રૂૂ. 25,000 ની રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં પણ વધુ પૈસાની માંગણી કરતા સામજીભાઈએ વધુ પૈસા આપવાની ના કહી હતી. જેનો ખાર રાખીને આરોપી ભાયા હરી લુણાએ સામજીભાઈને હરીપર નજીક આવેલા એક મંદિર પાસે બોલાવ્યા હતા.

જ્યાં ભાયા હરી અને મહેશ ભાયા લુણાએ સામજીભાઈને લાકડાના ધોકા વડે માર મારી, પોતાના મોટરસાયકલમાં બેસાડીને સરકારી ક્વાર્ટર સામેના રફ રસ્તે લઈ જઈને અપહરણ કર્યું હતું.

અહીં ભાયા અને મહેશ સાથે રહેલા અન્ય આરોપીઓ રઘુ ભાયા લુણા, વિપુલ ખેરાજ લુણા અને દેવા જેઠા લુણા નામના કુલ પાંચ શખ્સોએ ગેરકાયદેસર રીતે મંડળી રચીને તેમને લાકડાના ધોકા વડે બેફામ મારતા તેમને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થવા પામી હતી.

આટલું જ નહીં, આરોપીઓએ સામજીભાઈના મોટરસાયકલમાં પણ ધોકા વડે વ્યાપક નુકસાની કર્યાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ તેમજ જી.પી. એક્ટ ઉપરાંત મની લેન્ડર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

----

 

 

Tags :
crimeDwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement