રીબડા ફાયરિંગ પ્રકરણમાં હાર્દિકસિંહ તથા રવિ ગમારા જેલ હવાલે
ગોંડલ નાં રીબડા માં પેટ્રોલ પંપ પર ફાયરિંગ ની ઘટના માં એસએમસી દ્વારા કેરલ થી જડપાયેલા હાર્દિકસિંહ તથા હથિયાર સાંચવવા માં મદદ કરનાર રવી ગમારા નાં રિમાન્ડ પુરા થતા બન્ને જેલ હવાલે કરાયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ રીબડા માં ગત 24 જુલાઇ નાં રીબડા માં અનિરુદ્ધસિંહ નાં ભત્રીજા નાં પેટ્રોલ પંપ ઉપર રાત્રીનાં એક વાગ્યે બે શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતુ.ફાયરિંગ કરાવનાર મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજા અંડરગ્રાઉંડ થઇ ગયો હોય સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કેરળ નાં કોચી થી તેની ધરપકડ કરવામાં આવી હતી.સુરત માં તેની સામે ગુન્હો નોંધાયો હોય સુરત પોલીસ હવાલે કરાયો હતો.બાદ માં જેલ હવાલે કરાયેલા હાર્દિકસિંહ નો કબ્જો ગોંડલ તાલુકા પોલીસે લઇ રીમાંન્ડ માટે કોર્ટ માં રજુ કરાતા પાંચ દિવસ નાં રિમાન્ડ મંજુર કરાયા હતા.આજે રિમાન્ડ પુરા થતા હાર્દિકસિંહ ને સુરત ની લાજપોર જેલ હવાલે કરાયો હતો.
જ્યારે ફાયરિંગ ની ઘટના માં હથિયાર સાંચવવા માં મદદ કરનાર રાજકોટ નાં વકીલ રવી ગમારા નાં પણ રીમાંન્ડ પુરા થતા તેને ગોંડલ સબ જેલ હવાલે કરાયો હતો.ઉપરાંત રવી નાં મિત્ર નિશાંત ધર્મેન્દ્રભાઈ રાવલ ની પણ મદદગારી ખુલી હોય પોલીસે તેની ઘરપકડ કરી હતી.
