એક લાખમાં લગ્ન કર્યા બાદ એક જ દિવસમાં દુલ્હન રફુચક્કર થઇ ગયેલ
અપરણિત યુવાન સાથે લગ્નના નાટક કરી રૂૂપિયા પડાવી લેતી ટોળકી સક્રિય બની છે ત્યારે આવા જ એક બનાવના હળવદ તાલુકાના ચરાડવા ગામના યુવાનના બહેનના જેઠના પુત્ર મારફતે ઓળખાણ થયા બાદ રાજકોટની માસી અને લૂંટેરી દુલ્હને યુવાન પાસેથી રૂૂપિયા એક લાખ લઈ લગ્ન કર્યા બાદ એક જ દિવસમાં લૂંટરી દુલ્હન રફુચક્કર થઈ જતા ઘટના અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.લૂંટરી દુલ્હન અંગે ટંકારા પોલીસ મથકમાં ભોગ બનનાર મુકેશભાઈ ડાયાભાઇ સોલંકીએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ કુંવારા હોય એકાદ માસ પૂર્વે તેમના બહેનના જેઠના પુત્ર મુકેશભાઈ જીવાભાઈ ચાવડાએ મુકેશભાઈના માતાને કહ્યું હતું કે, રાજકોટ ખાતે તુલસી નામની છોકરી છે જેના માતા પિતા નથી અને હાલમાં આ તુલસી તેમના માસી જોસનાબેન સાથે ઘંટેશ્વર પચ્ચીસ વારિયા કવાટર્સમાં રહે છે.
આ તુલસી સાથે લગ્ન કરવા હોય તો એક લાખ રૂૂપિયા આપવા પડશે. જેથી ભોગ બનનાર મુકેશભાઈ, તેમના માતા અને ભાઈ સાથે રાજકોટ આવી તુલસી સાથે ચાંદલો કર્યો હતો જેમાં આરોપી મુકેશભાઈ, જોસનાબેન અને તુલસીએ તાત્કાલિક લગ્ન કરવાનું કહેતા મુકેશભાઈ અને તેમના કુટુંબીજનો રાજકોટ આવવા નીકળતા આરોપીઓએ ટંકારા તાલુકાના જીવાપર ગામે મેલડી માતાજીના મંદિરે આવવા કહેતા મંદિરે હારતોરા કરી લગ્ન કરી એક લાખનો વ્યવહાર કર્યો હતો.જોકે લગ્નનાં બીજા દિવસે લુટેરી દુલ્હન ગયાં બાદ પરત નહીં ફરતા મુકેશભાઈ સોલંકીએ ટંકારા પોલીસ મથકમાં બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તુલસી સહિત ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂૂ કરી છે.