રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હાલારમાં થર્ટી ફર્સ્ટ માટે આવેલો અડધા કરોડનો દારૂ ઝડપાયો

12:17 PM Dec 13, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જામનગર જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી માટે ઇંગલિશ દારૂૂની બાટલી નો જંગી જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેનો કટીંગ થઈ રહ્યું છે તેવી ચોક્કસ બાતમીના આધારે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ લાલપુર ની પોલીસ ટીમ સતર્ક બની હતી, અને લાલપુર પોલીસે મચ્છુ બેરાજા ગામમાં એક મકાનમાં સંતાડવામાં આવેલો રૂૂપિયા 31 લાખ ની કિંમત નો 402 પેટી જેટલો જંગી દારૂની બાટલીનો જથ્થો કબજે કરી લીધો છે, જયારે મકાન માલિકને ફરારી જાહેર કરાયો છે.
જે દારૂના ધંધાર્થી દ્વારા એક વાહનમાં ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો કટીંગ કરવામાં આવી રહ્યો હતો, દરમિયાન એલસીબી ની ટુકડીએ લાલપુરના ડબાસંગ માં વોચ ગોઠવી એક વાહનમાં લઈ જવાતો વધુ 1428 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો અને એક વાહન સહિત રૂપિયા 14.35 લાખની માલ મતા કબજે કરી લઇ બે આરોપીને અટકાયતમાં લીધા છે, જયારે ત્રણ સપ્લાયરોના નામો ખુલ્યા છે.જામનગર પંથકમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે દારૂૂના પ્યાસીઓને મોટા પ્રમાણમાં દારૂૂ પૂરો પાડવા માટે કેટલાક બુટલેગરો સક્રિય બન્યા હતા, અને લાલપુર પંથકમાં તાજેતરમાં જ મોટો ઇંગલિશ દારૂ ઉતારવામાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે લાલપુર ના પી.એસ.આઇ. એસ.પી. ગોહિલ તેમજ સ્ટાફના દિગુભા જાડેજા, તેમજ જયરાજસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામની સીમમાં આવેલા નરેન્દ્ર ઉર્ફે નંદુ બાબુલાલ રાઠોડ કે જે પોતે હાલ જામનગર નજીક હાપા સ્ટેશન વિસ્તારમાં રહે છે, પરંતુ અહીં મચ્છુ બેરાજામા તેનું મકાન આવેલું છે, જે મકાનમાં મોટો દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

જે દરોડા દરમિયાન મકાનમાંથી કુલ (402 પેટી) 4828 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જંગી જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ કિંમત 31,25,952 રૂપિયા થાય છે.

જે માતબર ઇંગલિશ દારૂૂ કબજે કરી લીધો હતો, અને લાલપુર પોલીસ મથકમાં દારૂૂબંધી ભંગ અંગે ગુનો નોંધી તે ગુનામાં આરોપી નરેન્દ્ર બાબુલાલ રાઠોડ ને ફરારી જાહેર કર્યો હતો.દરમિયાન એલસીબી ની ટુકડી પણ મોટો ઈંગ્લીશ દારૂૂનો જથ્થો વાહનમાં હેરાફેરી કરવામાં આવી રહ્યો છે તેવી બાતમી ના આધારે લાલપુર પંથકમાં વોચ ગોઠવી હતી, જે દરમિયાન ડબાસંગ રોડ પર ફાટક પાસેથી પસાર થઈ રહેલા એક બોલેરો પીકપ વેન ને અટકાવીને તેની તલાસી લેતાં તેમાંથી વધુ 1428 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે દારૂ અને વાહન સહિત કુલ રૂૂપિયા 14 લાખ 35 હજાર ની માલમતા કબજે કરી લીધી હતી, જ્યારે જે ઈંગ્લીશ દારૂૂ હેરાફેરી થતી હતી તેમાં બઠેલા નરેન્દ્ર બાબુભાઈ રાઠોડ કે જેણે મચ્છુ બેરાજામાં દારૂૂનો મોટો જથ્થો ઉતાર્યો હતો, અને ત્યાંથી જ કટીંગ કરવા માટે નીકળ્યો હતો તેની અને તેની સાથે રાજકોટના જયપાલસિંહ લાલુભા વાઘેલા નામના વાહનચાલકની અટકાયત કરી લીધી હતી.જે બન્નેની વધુ પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂૂ નો જથ્થો મૂળ દમણ અને ત્યારબાદ રાજકોટ તરફથી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, અને તે દારૂનો જથ્થો સપ્લાય કરવામાં મૂળ જામનગરના રાહુલ મેર ઉર્ફે લાંબો, રાજકોટના સાજીદ ભાઈ, અને મૂળ રાજકોટના અને હાલ જામનગર રહેતા અશરફ દોસ્તમામદ કોચલીયાના નામો ખુલ્યા હતા, જે ત્રણ ને ફરારી જાહેર કરાયા છે, અને તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarliquor
Advertisement
Next Article
Advertisement