ગુજરાત ATSએ સુરતમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી, કરોડોનું ડ્રગ્સ બનાવવાનું કેમિકલ મળ્યું
ગુજરાત એટીએસએ સુરતનાં પલસાણામાં મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત એટીએસએ પલસાણામાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી છે. ત્યારે પલસાણાનાં કારેલીનાં રહેણાંક વિસ્તારમાં પતરાનાં એક ગોડાઉનમાં એટીએસે રેડ પાડી હતી.
ગુજરાત ATSએ બાતમીના આધારે પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલ રહેણાક વિસ્તારમાંથી ડ્રગ્સ જેવું ફેંકી પદાર્થ બનાવવાની ફેકટરી ઝડપી પાડી છે એટીએસની ટિમે મોડી રાત્રે કારેલી ખાતે રહેણાંક વિસ્તારમાં એક પતરાના ગોડાઉનમાં દરોડા પાડયા હતા. મોડી રાત્ર સુધી ચાલેલા ઓપરેશનમાં 4.5 કરોડની કિંમતના 4.5 કિલોનો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે હજુ સુધી ATS ટીમ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
આ રો મટિરિયલ ક્યાંથી લાવ્યા હતા અને આ રો મટિરિયલ કયા મોકલવાના હતા તેમજ ફેકટરીમાં બીજા કેટલા ઈસમો સંડોવાયેલા છે તેની તપાસ હાલ એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ફેક્ટરીમાંથી કરોડો રૂપિયાનું રો મટિરિયલ એટીએસ દ્વારા સિઝ કરવામાં આવ્યું છે અને ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું છે ત્યારે હાલ એટીએસ ની ટિમ દ્વારા આરોપીને ઝડપી વધુ તપાસ હાથધરી છે.