લોન લેવા ગયેલા યુવાનના ડોકયુમેન્ટના આધારે બોગસ કંપની ઉભી કરી જીએસટી કૌભાંડ
ગોપાલ ચોક પાસે આવેલી એચડીએફસી બેંકમાં કર્મચારી સહિત બે સામે ગુનો નોંધાયો
શહેરમાં 150 ફુટ રીંગ રોડ પર પરમેશ્વર સોસાયટીમાં રહેતા યુવક લોન અપાવી દેવાની લાલચ આપી મિત્ર સહીતની ટોળકીએ ડોકયુમેન્ટ લઈ બોગસ પેઢી ઉભી કરી જીએસટી ચોરી કરી કૌભાંડ આચર્યાની ફરીયાદના આધારે આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
મળતી વિગતો મુજબ 150 ફૂટ રોડ પર નાણાવટી ચોક નજીક નંદનવન મેઇન રોડ પર પરમેશ્વર સોસાયટમાં રહેતા અને કાલાવડ રોડ પર એસબીઆઇ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં હાઉસ કિપીંગની નોકરી કરતાં ઉમેશ ગીરીશભાઈ ચૌહાણ (ઉ.વ.21)ને લોન કરાવી આપવાના બહાને ડોક્યુમેન્ટ મેળવી, કૌશિક આહીર અને રાહુલ બારૈયા નામના શખ્સોએ તેની જાણ બહાર ચૌહાણ ટ્રેડર્સ નામે પેઢી ખોલી, જીએસટી નંબર મેળવી લઈ, ખોટા બીલો બનાવી નાખ્યાની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ છે.
ઉમેશે પોલીસને જણાવ્યું કે 2020માં કોરોના કાળમાં તેના પિતાનું મૃત્યુ નિપજ્યું હતું. ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી રૂૂપિયાની જરૂૂરિયાત ઉભી થતાં 2022માં તેણે અગાઉ સાથે અભ્યાસ કરતાં આરોપી કૌશિકને રૂૂા. 5 લાખની જરૂૂરિયાત છે તેમ વાત કરતાં આરોપીએ લોન કરાવી આપીશ પણ તારે કમિશન પેટે રૂૂપિયા આપવા પડશે તેમ વાત કરી, કૌશિક તેની સાથે ઉમેશને સાધુ વાસવાણી રોડ પર ગોપાલ ચોક પાસે આવેલી એચડીએફસી બેંકએ લઈ ગયો હતો અને ત્યા તેના ઓળખીતા રાહુલભાઈ બારૈયા સાથે લોન અપાવી દેવાની વાતચીત કરી હતી.રાહુલે તેને લોન કરાવી આપશે તેમ કહી બંને ઉમેશ પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા ડોક્યુમેન્ટના ફોટા લઇ લીધા હતાં. એટલું જ નહીં આરોપીઓએ જેટલા ડોક્યુમેન્ટમાં સહી કરવાનું કીધું હતું તેમાં સહી પણ કરી દીધી હતી. આ સમયે તેણે પ્રોસેસીંગ ફી પેટે કૌશિકને રૂૂા. 5000 આપ્યા હતાં. થોડા સમય બાદ લોનના રૂૂપિયા નહીં મળતાં તેણે કૌશિકને ફોન કર્યો હતો.
ત્યારે આરોપીએ લોન પ્રોસેસમાં છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ તેણે કૌશિકને તેના રૂૂપિયા પરત આપવાનું કે લોન કરાવી દેવાનું કહેતા તે સરખો જવાબ આપતો ન હતો. એકાદ વર્ષ પહેલા તે પોતાની બેન્કે રૂૂપિયા ઉપાડવા માટે ગયો ત્યારે બેન્ક તરફથી તેને જાણવા મળ્યું હતું કે જીએસટી માટે તેનું કરન્ટ એકાઉન્ટ ખુલ્યું છે અને તેના નામ ઉપરથી કોઇએ રાહુલ ટ્રેડર્સ નામથી ખાતું ખોલાવ્યું છે અને મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહાર થયા છે. આથી બેન્ક ખાતુ ફ્રીઝ કરાયું છે.
ઉમેશે જીએસટી માટે કરંટ ખાતુ ખોલ્યુ હોવાનુ અને તેના નામે નામે ખાતુ હોવાનુ અને તેમા મોટા પ્રમાણમાં નાણાકીય વ્યાહાર થતા હોવાની બેંકના કર્મચારીએ વાત કરતા ઉમેશભાઈએ તપાસ કરતા તેના ડોક્યુમેન્ટના આધારે બોગસ પેઢી બનાવી ખોટા બીલો બનાવી જીએસટી ચોરીનુ કૌભાંડ આચરી છેતરપીંડી આચરી હોવાની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરીયાદ કરતા પીએસઆઈ કે.જે.કરપડા સહિતના સ્ટાફે ગુનો નોધી કાર્યવાહી કરી છે.