ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

122 નકલી કંપની બનાવી 341 કરોડની GST ચોરી

04:42 PM Nov 03, 2025 IST | admin
Advertisement

 

Advertisement

માસ્ટર માઇન્ડ અંકિત કુમારે લખનઉમાં નકલી પેઢીઓ ઉભી કરી પંજાબ અને ગુજરાતમાં ખેલ પાડયો

લોખંડ ભરેલી બે ટ્રક ઝડપાતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો, 1811 કરોડના ટર્ન ઓવરનો ખૂલાસો

દેશભરના 122 નકલી કંપની બનાવીને 341 કરોડ રૂૂપિયાની જીએસટી ચોરીની તપાસ એસઆઈટી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં નકલી કંપનીઓ ખોલીને કેન્દ્ર અને રાજ્ય સરકારોને કરોડો રૂૂપિયાની છેતરપિંડી કરનાર અંકિત કુમાર સાથે પંજાબ અને ગુજરાતના અનેક લોકો સંડોવાયેલા હોવાની આશંકા છે. આ કેસમાં માસ્ટરમાઇન્ડ અંકિત અને તેના સહયોગીઓના ઇમેઇલની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમગ્ર મામલાની વિગત મુજબ સીજીએસટી વિભાગને માહિતી મળી હતી કે, આ સમગ્ર ચોરીનો માસ્ટર માઈન્ડ અંકિત કુમાર છે. તેણે લખનઉમાં રાજાજીપુરમમાં નકલી સરનામાથી દેશભરમાં 122 કંપનીઓ સ્થાપી હતી જે અંગે વિભાગને શરુઆતમાં કોઈ જાણ નહોતી. તેમજ બે વર્ષ સુધી અંકિત કુમારે વિભાગની સરળ પ્રક્રિયાઓનો લાભ લીધો અને નકલી કંપનીઓ દ્વારા વ્યવસાય ચલાવ્યો. પરંતુ જયારે તેનું ટર્નઓવર 1811 કરોડ થયું ત્યારે તે વિભાગની નજરમાં આવ્યો હતો. જેની બાદ વિભાગે તેને ઝડપીને તપાસ શરુ કરી હતી.

તપાસ દરમિયાન વિભાગના અધિકારીઓને માલુમ પડ્યું કે તેણે મુરાદાબાદમાં એક પણ કંપની રજીસ્ટર કરાવી ન હતી. કારણ કે તે જાણતો હતો કે ત્યાં નોંધણી કરાવવાથી પકડાઈ જવાનું જોખમ વધી જશે. જયારે માસ્ટરમાઇન્ડ અંકિત વિભાગના અધિકારીઓથી વાકેફ હતો. દેશભરમાં વ્યવસાયો સ્થાપીને તેણે સરકારને રૂૂપિયા 341 કરોડની છેતરપિંડી કરી છે.

જયારે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અંકિત કુમાર અને અન્ય આરોપીઓના સાચા નામ અને સરનામાં તેમના મોબાઇલ નંબર દ્વારા જાહેર કરવામાં આવશે. પોલીસ ટીમ કોલ ડિટેલ રિપોર્ટ્સ (સીડીઆર) ના આધારે આરોપીઓને શોધવાની તૈયારી કરી રહી છે.

આ અંગે સમગ્ર મામલામાં યુપીના રાજ્ય કર વિભાગે 24 અને 25 ઓક્ટોબરના રોજ લખનૌ-મુરાદાબાદ હાઇવે પર લોખંડથી ભરેલા બે ટ્રક જપ્ત કર્યા. આ માલ લખનૌના રાજાજીપુરમ હાઉસિંગ ડેવલપમેન્ટ કોલોનીના રહેવાસી અંકિત કુમારનો હતો અને મુઝફ્ફરનગર લઈ જવામાં આવી રહ્યો હતો જે અંગે શંકા જતા કર વિભાગના 42 અધિકારીઓની ટીમે આ મામલાની તપાસ કરી અને જાણવા મળ્યું કે અંકિતે બે મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને દેશના વિવિધ રાજ્યોમાં સીજીએસટી અને રાજ્ય કર વિભાગમાં 122 નકલી કંપનીઓ નોંધાવી હતી. ત્રણ દિવસની તપાસમાં રૂૂપિયા 341 કરોડ ની કરચોરીનો ખુલાસો થયો. આ કંપનીઓએ રૂૂપિયા 1,811 કરોડનું ટર્નઓવર કર્યું હતું.

સીજીએસટી વિભાગના અધિકારીઓની બેદરકારી
આ સમગ્ર ઘટનાની તપાસમા સીજીએસટી વિભાગના અધિકારીઓની બેદરકારી પ્રકાશમાં આવી છે. જેમાં કંપનીઓની નોંધણી કરાવ્યા પછી તેમની સ્થળ ચકાસણી કરવામાં તે નિષ્ફળ ગયા હતા. જેનો લાભ લઈને અંકિત કુમારે જીએસટી ચોરી કરી હતી.

Tags :
crimefake companiesGSTgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement