For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં ભાવી પત્નીની લગ્નના દિવસે જ હત્યા કરનાર વરરાજો પકડાયો

03:38 PM Nov 17, 2025 IST | admin
ભાવનગરમાં ભાવી પત્નીની લગ્નના દિવસે જ હત્યા કરનાર વરરાજો પકડાયો

મૃતક અને આરોપી છેલ્લા આઠ મહિનાથી મૈત્રી કરારમાં રહેતા હતા

Advertisement

ભાવનગર શહેરના પ્રભુ દાસ તળાવ વિસ્તારમાં ગઈકાલે લગ્નના દિવસે જ લોખંડના પાઇપ ઝીંકી ભાવિ પત્ની ની કરપીણ હત્યા કરી નાસી છૂટેલા આરોપી સાજનને પોલીસે ઝડપી લીધો છે.

ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક રહેતી હિંમતભાઈ જીવાભાઇ રાઠોડ ની પુત્રી સોનીબેન ઉં . વ.24 નામની યુવતીની સવારે લોખંડના પાઇપ ના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી તેનો ભાવિ પતિ સાજન બારૈયા નાસી છુટ્યો હતો.

Advertisement

દરમિયાન આજે રવિવારે પોલીસે હત્યા કરી નાખી છૂટેલા સાજન બારૈયા ને ઝડપી લીધો છે. મરનાર યુવતી અને આરોપી સાજન છેલ્લા 8 મહિનાથી લિવ ઇન રિલેશનશિપ માં રહેતા હતા. ઘરના એ લગ્ન નક્કી કરતા ગઈકાલે તેના લગ્ન હતા.

લગ્ન થાય તે પહેલા ભાવિ પત્ની સાથે ઝઘડો થતાં આવેશમાં આવી જઈ લોખંડના પાઇપ ઝીંકી હત્યા કરી નાખી હતી. આમ સોનીબેન ના મહેંદીનો લાલ રંગ લોહીના લાલ રંગમાં ફેરવાઈ ગયો હતો. આ બનાવે શહેરમાં ભારે ચર્ચા જગાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement