For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લાલચ બૂરી ચીજ : રોકાણ પર સારા વળતરની લાલચે 84 લાખની છેતરપિંડી

01:35 PM Dec 06, 2024 IST | Bhumika
લાલચ બૂરી ચીજ   રોકાણ પર સારા વળતરની લાલચે 84 લાખની છેતરપિંડી
Advertisement

મોરબીમાં શેરબજારમાં રોકાણ કરાવી સારો નફો કરાવી આપવાની લોભાવનારી લાલચે યુવક છેતરાયો

મોરબીમાં શેરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચે યુવક સાથે 85 લાખથી વધુની છેતરપીંડી થયાની ફરિયાદ નોંધાઇ હતી.

મોરબીમાં શેરબજારમાં રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપીને અનેક વેપારીઓ તથા યુવકો સાથે છેતરપિંડી થતી હોવાના બનાવો સામે આવ્યા છે ત્યારે વધુ એક ઓનલાઇન છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં એક યુવકને શેરબજારમાં સારો નફો કમાવવાની લાલચ આપી ઓનલાઇન રોકાણ કરાવી રૂૂ. 85,42,100 ની છેતરપીંડી કરી હોવાની દશ વોટ્સએપ ધારક અને બેન્ક એકાઉન્ટ ધારક વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

Advertisement

મળતી માહિતી મુજબ મોરબીના એસ.પી.રોડ પર સિલ્વર હાઇટસમા રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા ધર્મેન્દ્રભાઇ નાગજીભાઈ સુતરીયા (ઉ.વ.43) આરોપી વોટ્સએપ ધારક અને બેન્ક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીને ટઈંઙ 14 જીયિક્ષમફિ તજ્ઞિંભસ યડ્ઢભવફક્ષલય લજ્ઞિીા વોટ્સએપ ગ્રુપમાં એડડ જે ગ્રુપમાં એડમીનો દ્વારા શેરબજારમાં રીલેટેડ મેસેજ આવતા અને ટીપ્સ આપવામાં આવતી હતી ત્યારબાદ ફરીયાદીને શેરબજારમાં રોકાણ કરી વધુ નફો મેળવવા વિિંાંત://ળ.યળભયયતશક્ષલ.ભજ્ઞળ/ વાળી લિંક મોકલી ફરીયાદીને વેબ પર ડીમેઇટ એકાઉન્ટ ઓપન કરાવેલ અને ત્યારબાદ ફરીયાદીને યુ.એસ. સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ અને આઇ.પી.ઓ ભરવાનું કહી ફરીયાદીને શેરબજારમાં ઓનલાઇન રોકાણ કરાવાના બહાને ફરીયાદી કુલ. રૂૂ. 85,42,100 જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં આરોપીઓએ મેળવી આજદિન સુધી પરત નહી કરી ફરીયાદી સાથે છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement