સતત મોબાઈલમાં વ્યસ્ત નવાગામની સગીરા પાસેથી દાદીએ મોબાઈલ લઈ લેતાં ઘરેથી જતી રહી
નવાગામ મામા વાડીમાં રહેતા યુવાનની સગીર વયની દીકરી ને માતાએ ફોન બાબતે ઠપકો આપતા તેણી ઘર છોડીને ચાલી જતા ભક્તિનગર પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ,નવાગામમાં રહેતા યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.16/06 નાં રોજ મને પેટની બીમારી સબબ કોઠારીયા મેઇન રોડ ભકિતનગર પોલીસ સ્ટેશન સામે આવેલ કે.જે.પટેલ હોસ્પીટલ ખાતે દાખલ થયેલ હતો અને ત્યાં મારી પત્ની તથા મારી માતા અને મારી નાની દિકરી મારી સાથે હતા બાદ તા.18/06નાં રોજ સવારનાં આશરે નવેક વાગ્યે મારી દિકરી સતત મોબાઇલ જોતી હોય જેથી મારી માતાએ તેને ખીજાયેલ તેમ છતા મોબાઇલ જોતી હોય જેથી તેની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો બાદ મે તેને ફ્રીઝમાંથી પાણીની બોટલ ભરી લઇ આવવા માટે જણાવેલ હતુ જેથી મારી દિકરી પાણીની બોટલ લઈને નીચે દવાખાનાના પહેલા માળે પાણી ભરવા ગયેલ હતી અને આશરે અડધા કલાક સુધી મારી દિકરી પાણી લઇને પરત ના આવતા મારી પત્ની તથા મારી માતા તેને દવાખાનામાં શોધી હતી.
તેમ છતા મારી દિકરી કયાંય મળેલ નહી અને અમો પરીવારે આજદિન સુધી અમારી રીતે બધે જાહેર જગ્યાઓએ તથા અમારા સગા સંબંધીનાં ઘરે તપાસ કરેલ પરંતુ મારી દીકરી ક્યાંય મળી આવેલ નહી જેથી મારી સગીર વયની દીકરી જેની ઉમર 12 વર્ષ 11 માસ વાળીને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયો હોવાનું લાગતું હોય જેથી ભક્તિનગર પોલીસમાં અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી.