જામકંડોરણાના સનાળા ગામે દાદા ઉપર હુમલો, બે વર્ષનાં પૌત્રને સરપંચે પછાડી દીધો
જામકંડોરણાના સનાળા ગામે રહેતા યુવાન ઉપર સરપંચ સહીત બે શખ્સોએ હુમલો કર્યો હતો તેમજ બે વર્ષના બાળકને પછાડી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ સનાળા ગામે રહેતા રમેશભાઇ ખેંગાભાઇ શિયાળે નોંધાવેલી ફરિયાદમાં સરપંચ પ્રવીણભાઈ ગોવાભાઈ શેખવા તથા ગોગનભાઈ ખોડાભાઈ શેખવાનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.21/09/2025 ના રોજ સવાર આઠેક વાગ્યા વખતે રમેશભાઈ તથા મારી પત્ની લાભુબેન તથા મારા દીકરાના પત્ની કાજલબેન એમ ઘરે હતા. તે વખતે મારા દીકરા ભરતનો દીકરો માનવીર (ઉ.વ.-2)ને લઇને હું ગામની બારોબાર વાડો આવેલ હોય, ત્યાં જતો હતો. તે વખતે મારે બીડીનું બંધાણ હોય, જેથી પાવન પાન નામની દુકાને સવા આઠેક વાગ્યે બીડી લેવા ગયેલ હતો. ત્યાં ભાવેશભાઇ ગાંડુભાઇ પોશીયા તથા દીકરો ભરત દુકાનની અંદર બેઠો હતો. દુકાનેથી એક જુડી બીડી લીધેલ અને આ વખતે ગામ ના સરપંચ પ્રવીણભાઈ ગોવાભાઈ શેખવા તથા ગોગનભાઈ ખોડાભાઈ શેખવા ત્યાં આવેલ અને સરપંચ પ્રવીણભાઈ શેખવાએ મને કહેલ કે, પંચાયતની ઓરડી હોય, ત્યા રસંગ પાસે ઉકરડો હોય, જે ઉકરડો ઉઠાવી લેવાનું કહેલ જેથી મે આ પ્રવીણભાઈ શેખવાને કહેલ કે, ભાઇ મારે અત્યારે ટાઇમ નથી અને તમે મને જયારે હોય.
ત્યારે ઉકરડો જ ફેરવાવો છો તેમ કહેતા આ સરપંચ પ્રવીણભાઈ શેખવાએ ગાલ ઉપર ઝાપટ મારી લીધેલ અને બોલાચાલી કરવા લાગતા રમેશભાઈ પાસે રહેલ તેમનો પૌત્ર મનવીર (ઉ.વ 02)ને ધકકો લાગ તા તે પડી ગયેલ અને દરમિયાન ભરત દુકાનમાંથી બહાર આવી આ પ્રવીણભાઇ શેખવા સાથે ઝપાજપી કરવા લાગતા ગોગન શેખવા પણ અમારી સાથે માથાકુટ ઝઘડો કરવા લાગેલ અને આ દરમ્યાન ત્યાં પંકજભાઈ વજુભાઈ પોકીયા તથા મારો નાનો ભાઇ અરજણભાઇ ખેંગાભાઈ શિયાળ એમ વચ્ચે પડેલ અમોને અલગ કરેલ હતા. 2 વર્ષના પૌત્ર મનવીરને ઈજા થતા જામ કંડોરણા સરકારી દવાખાને લઈને આવેલ અને ત્યાંથી પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કર્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
