જૂનાગઢના ભેંસાણ નજીકથી દારૂ-બિયરના જથ્થા સાથે 13 લાખનો મુદ્દામાલ જપ્ત
જુનાગઢ જિલ્લામાં દારૂૂના વેપલાને ખતમ કરવા જુનાગઢ પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચને લાખો નો દારૂૂ પકડવામાં સફળતા મળી છે. જુનાગઢ એસ.પી. સુબોધ ઓડેદરાની કડક સૂચનાથી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કુણાલ પટેલ અને તેમના પોલીસ સ્ટાફ સાથે જિલ્લામાં અલગ-અલગ જગ્યાઓ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેને લઇ જિલ્લામાં નશાનો કાળો કારોબાર ફેલાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે લાખોનો દારૂૂ ઝડપી બે મોટી સફળ કાર્યવાહી કરી છે. વિસાવદર અને ભેંસાણ પો.સ્ટે. વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે કુલ 2,796 બોટલ/ટીન વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો, મોબાઈલ ફોન, કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા. 13,11,650 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ. કે.એમ.પટેલ અને પી.કે.ગઢવીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જુનાગઢના ગાંધીગ્રામમાં રહેતા આરોપીઓ રાજુ ગોગન શામળા, ચના રાણા મોરી અને રૂૂત્વીક ભીમા કોડિયાતર ભાગીદારીમાં વિદેશી દારૂૂનો જથ્થો મંગાવી રહ્યા છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે શોભાવડલાથી નાની પીંડાખાઈ ગામ તરફ જતા રસ્તે શોભાવડલા ગામની સીમમાં કટીંગ કરતી વખતે ક્રાઈમ બ્રાન્ચે કુલ નંગ 1,956 ભારતીય બનાવટના વિદેશી દારૂૂની બોટલો અને બિયર કિંમત રૂૂ. 5,95,680/- નો જથ્થો પકડ્યો હતો.
ભેંસાણના છોડવડી ગામની લપટી ધાર સીમ વિસ્તારમાં ચંદુભાઈ સરધારાના ખેતરના મકાનમાંથી ક્રાઈમ બ્રાન્ચે 840 નંગ ટ્યુબોર્ગ સ્ટ્રોન્ગ બિયર ટીન મળી કુલ કિંમત રૂૂ. કુલ નંગ.810 કિ.રૂૂા.1,84,800 /- મો.ફોન-1 કિ.રૂૂ.10,000 ,રોકડા રૂૂ.200,ફોર વ્હિલ કાર-1 કિ.રૂૂ.5,00,000 મળી કુલ મુદામાલ કિ.રૂૂા.6,95,000 નો ઝડપી પાડ્યો હતો. આ રેડ દરમિયાન જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ગાંધીગ્રામના રાજુ ગોગનભાઇ શામળા,સુનીલ ભીમાભાઈ કોડીયાતર,કારાભાઈ નગાભાઈ સિંઘલ,ચંદુભાઇ વશરામભાઇ સરધારાને ઝડપી પાડ્યા છે. આ દારૂૂના ગુનામાં સંડોવાયેલ ચના રાણા મોરી,રૂૂત્વિક ભીમાભાઇ કોડિયાતર,લાખા પુના રબારી આને વિપુલ મૈયાભાઇ કોડિયાતર ફરાર થયા હતા જેને પકડવા જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કે.એમ.પટેલ, પીએસઆઇ. પી.કે.ગઢવી, એ.એસ.આઈ. વિજયભાઈ બડવા, સામતભાઈ બારીયા, પો. હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, પો.કોન્સ. જેઠાભાઈ કોડીયાતર, ભુપતસિંહ સીસોદીયા, ચેતનસિંહ સોલંકી, ગવરાજસિંહ અહાડા પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી.