For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં રીવાઇડીંગની દુકાનમાંથી રૂા.1.98 લાખના સામાનની ચોરી

01:27 PM Dec 04, 2025 IST | Bhumika
મોરબીમાં રીવાઇડીંગની દુકાનમાંથી રૂા 1 98 લાખના સામાનની ચોરી

મોરબી જીલ્લામાં ચોરી અને લુંટની અનેક ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલ પટેલ ચેમ્બર કોમ્પલેક્ષમા દુકાન નંબર -4 માં ન્યુ પટેલ રીવાઇન્ડીંગ નામની દુકાનમાં તસ્કરોએ ત્રાટક્યા હતા અને દુકાનમાંથી કોપર વાયર, કોપરનો ભંગાર, મોટરની બોડી, ટ્રાન્સફોર્મર, સહિત કુલ કિં રૂૂ. 1,98,200 ના માલસામાનની ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

Advertisement

મોરબીના કેનાલ રોડ રામકો બંગ્લો પાછળ ગજાનંદ પાર્ક તુલસી શ્યામ એપાર્ટમેન્ટ બ્લોક નં -601 માં રહેતા મનીષભાઇ રામજીભાઈ મેરજા (ઉ.વ.40) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ આ કામના ફરીયાદીની ન્યુ પટેલ રીવાઇન્ડીંગ નામની દુકાનનું સટર ઉચકાવી સટર નીચેથી દુકાનમા પ્રવેશ કરી દુકાનમા રાખવામા આવેલ ઇલેકટ્રીક મોટર રીપેરીંગ માટે લાવેલ આશરે 280 કિલો જેટલો નવો કોપરનો વાયર કિ.રૂૂ.1,11,500, સબમશીબલ મોટરનો નવો વાયર આશરે 100 કિલો જેની કિ.રૂૂ.39,700, કોપરનો ભંગાર (વાયર) આશરે 60 કિલો જેટલો જેની કિ.રૂૂ. 20,000/, રીપેરીંગમા આવેલ ઇલેકટ્રીક મોટરની બોડિ નંગ.12 જેની કિ.રૂૂ.12,000/-, એક ઇલેકટ્રીક પાવર ટ્રાન્સફર કરવા અંગેનુ ટ્રાન્સફોર્મર જેની કિ.રૂૂ.5000, દુકાનમા લગાવામા આવેલ સી.સી.ટી.વી. કેમેરા તેમજ કેમેરાનુ રેકોડીંગ થતુ એન.વી.આર. સહિતનો સેટ જેની કિ.રૂૂ.10,000/- જે મળી કુલ કિમત રૂૂપીયા 1,98,200/- ના માલસામાનની કોઇ ઇસમો ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement