દાણાપીઠમાં મસ્જિદ પાસે ત્રણ વેપારીઓની દુકાનનો સામાન બહારિ ફેંકી દીધો
વેપારીએ કહયું, સમય આપ્યા વગર સામાન બહાર કઢાવ્યો : મસ્જિદના ટ્રસ્ટી સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
રાજકોટ શહેરમા દાણાપીઠ બજારમા ગઇકાલે મસ્જીદ પાસે આવેલી 3 દુકાનમાથી મસ્જીદના ટ્રસ્ટી સહીત પાંચ શખ્સોએ સામાન બહાર ફેકી દેતા વેપારીઓમા રોષ છવાયો છે. આ ઘટના સામે આવતા જ સાંજના સમયે ક્રાઇમ બ્રાંચ અને એ ડીવીઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બંનેના પ્રશ્ર્નો સાંભળી અને બાદમા વેપારીઓની ફરીયાદ પરથી મસ્જીદના ટ્રસ્ટી સહીત પાંચ શખ્સો સામે વેપારીઓની દુકાનમા ગેરકાયદેસર પ્રવેશ કરી માલ સામાન દુકાનની બહાર ફેકી દઇ ધમકી આપ્યાનો ગુનો નોંધવામા આવ્યો હતો.
વધુ વિગતો મુજબ શહેરના રેસકોર્ષ રોડ ગેલેકસી સિનેમાની પાછળ કિરણ સોસાયટી બ્લોક નં 17-18 મા રહેતા વિરેન્દ્રભાઇ કલ્યાણજીભાઇ કોટેચા નામના વૃધ્ધ વેપારીએ નવાબ મસ્જીદના ટ્રસ્ટી ફારૂક મુસાણી અને તેની સાથે આવેલા અજાણ્યા 4 શખ્સો સામે વેપારીઓની દુકાનમા ગેરકાયદેસર ઘુસી અને માલ સામાન ફેકી દેવા તેમજ ધમકી આપ્યાની કલમ હેઠળ કાર્યવાહી કરવામા આવી છે. આ મામલે પીઆઇ આર. જી. બારોટની રાહબરીમા પીએસઆઇ બી. એચ. પરમાર તપાસ ચલાવી રહયા છે.
વિરેન્દ્રભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ છેલ્લા પ0 વર્ષથી નવાબ મસ્જીદના ટ્રસ્ટની ભાડાની દુકાનમા મંડપ સર્વીસનો વ્યવસાય કરે છે. ગઇકાલે સાંજના સમયે પોતાની દુકાનની સામે ભત્રીજા કનૈયાલાલ રસીકલાલ કોટેચાની તેલ ખાંડની દુકાન આવી હોય ત્યા ઓટલા પર બેઠા હતા તેમજ પોતાની મંડપ સર્વીસની દુકાનની બાજુમા અન્ય બે દુકાન અભિષેકભાઇ ઠકકર અને બીજી દુકાન હસમુખભાઇ મહેતાની છે. જે બંને દુકાનો પણ આ નવાબ મસ્જીદના ટ્રસ્ટની છે. ગઇકાલે 4 - પ માણસો વિરેન્દ્રભાઇની દુકાન તેમજ હસમુખભાઇ મહેતાની દુકાનનુ તાળુ તોડી અને દુકાનમા રહેલો સામાન બહાર ફેકવા લાગ્યા હતા જેથી વિરેન્દ્રભાઇએ ત્યા પહોંચી આ લોકોને સામાન બહાર ફેકવાનુ કારણ પુછતા તેમાથી એક વ્યકિતએ પોતાનુ નામ ફારૂક મુસાણી આપ્યુ હતુ અને પોતે નવાબ મસ્જીદનો ટ્રસ્ટી છુ તેમ જણાવ્યુ હતુ. તેમજ તેમને વેપારીઓએ જણાવ્યુ કે તેઓએ કોઇ નોટીસ કે સમય આપ્યા વગર દુકાનમાથી માલ સામાન બહાર ફેકી ના શકો.
તેમજ દુકાન ખાલી કરવાની કોઇ વાત કરી નથી આમ છતા તમે તુરંત જ દુકાન ખાલી કેમ કરાવો છો ? જેથી ફારૂકે કહયુ હતુ કે દુકાનનો કબજો અમોને સોંપી દો અને બાકીનો દુકાનમા રહેલો સામાન તમારી રીતે કાઢી લેજો નહીં તો અમે સામાન બહાર ફેકી દેશુ. આ ઘટનાની જાણ થતા ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ તેમજ એ ડીવીઝનના પીઆઇ બારોટ સહીતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી બંને પક્ષને સાંભળી લઇ વેપારી વિરેન્દ્રભાઇની ફરીયાદ પરથી ટ્રસ્ટી ફારૂક સહીત પાંચ વ્યકિત સામે ગુનો નોંધ્યો હતો.
વકફ બોર્ડે મસ્જિદના કબજાની દુકાનો ખાલી કરાવવા હુકમ કર્યો છે : ટ્રસ્ટી ફારૂક
દાણાપીઠમાથી વેપારીઓને જાણ કર્યા વગર ભાડાની દુકાનમાથી સામાન બહાર ફેકવાની ઘટનામા મસ્જીદના ટ્રસ્ટી અને આરોપી ફારૂક મુસાણીએ પોલીસ સમક્ષ જણાવ્યુ હતુ કે તેઓને વકફ બોર્ડે એવુ જણાવ્યુ છે કે નવાબ મસ્જીદની દુકાનો અને વેપારીઓને જુના ભાડેથી આપેલ છે તે દુકાનો ખાલી કરતો હુકમ કર્યો છે. તેમજ આ ગાંધીનગર વકફ બોર્ડનો કાગળ પોલીસને બતાવ્યો હતો જેમા તા. 19-12-24 ની હતી.
કબજેદારને નોટીસની બજવણી કરી, પોલીસની હાજરીમાં દુકાન ખાલી કરવાની હોય છે : DCP બાંગરવા
આ ઘટનાને પગલે ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યુ હતુ કે સામાન્ય રીતે આવી ઘટનામા કાયદાકીય પ્રક્રીયા મુજબ સૌપ્રથમ કબજેદારને નોટીસની બજવણી કરવામા આવે છે અને ત્યારબાદ પોલીસ પ્રોટેકશન માગી અને પોલીસની હાજરીમા જ આ દુકાન ખાલી કરાવી શકાય. આમ છતા મસ્જીદના ટ્રસ્ટીએ વેપારીઓને જાણ કર્યા વગર તેમનો સામાન બહાર ફેકી દેતા તેઓની સામે કાર્યવાહી કરવામા આવી છે અને આ મામલે હાલ વકફ બોર્ડના લેટર તેમજ પુરાવાઓ પણ તપાસવામા આવી રહયા છે.