For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માતાના મઢે ચાલીને જતા ભાવિકોના મોબાઇલ ચોરતો ગોંડલનો શખ્સ ઝડપાયો

04:07 PM Oct 18, 2024 IST | Bhumika
માતાના મઢે ચાલીને જતા ભાવિકોના મોબાઇલ ચોરતો ગોંડલનો શખ્સ ઝડપાયો
Advertisement

આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ મીલક્ત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓના ભેદ ઉકેલવા પેટ્રોલિંગમાં હતો ત્યારે ડી સ્ટાફ એક મોબાઇલ ચોરને ઝડપી લીધો હતો. તેમની પૂછપરછ કરતા તેમણી પાસેથી દોઢ લાખના 14 ચોરાઉ મોબાઇલ મળી આવ્યા હતા. આ ગઠીયાએ માતાના મઢે ચાલીને જતા ભાવિકોના મોબાઇલ ચોરી લીધા હોવાની પ્રાથમિક તપાસમાં કબુલાત આપી હતી. આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જે.જી.રાણા, એએસઆઇ રવિભાઇ વાંક, મહેશભાઇ કોઠીવાળ અને જગદીશસિંહ પરમાર સહિતના સ્ટાફે બાતમીના આધારે મુરલીધર વે બ્રીજ પાસેથી ગોંડલના ભગવતપરામાં આવેલી નિલકંઠ રેસીડેન્સીમાં રહેતા અર્જુન ભીખાભાઇ દાણીધારીયા (ઉ.વ.23)ની અટકાયત કરી પોલીસ સ્ટેશનને લઇ જઇ ઝડતી લેતા તેની પાસેથી મોબાઇલ મળી આવ્યા હતા. આ મોબાઇલના બીલ અંગે પૂછપરછ કરતા તેમણે કોઇ સરખો જવાબ ન આપતા ત્યાર બાદ તેમની સઘન પૂછપરછ શરૂ કરી હતી અને ત્યાર બાદ તેમણે કબુલાત આપી હતી કે, થોડા સમય પહેલા માતાના મઢે ચાલીને જઇ રહેલા ભાવિકોની મદદ કરવાના બહાને તેમની પાસેથી મોબાઇલ સેરવી લેતો હતો. ત્યાર બાદ ગઠીયા અર્જુન પાસેથી દોઢ લાખના અલગ-અલગ કંપનીના 14 મોબાઇલ મળી આવ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement