ભાવનગરમાંથી 2.51 લાખના વિદેશી દારૂ સાથે ગોંડલનો શખ્સ ઝડપાયો
7.81 લાખનો મુદ્દામાલ જપ્ત, પૂછપરછમાં બેના નામ ખુલ્યા
ભાવનગર માંથી એલસીબી પોલીસે ઇંગ્લીશ દારૂૂની બોટલ નંગ-168 કિ.રૂૂ.2,51,832/- સહીત કુલ કિ.રૂૂ.7,81,832/- ના મુદ્દામાલ સાથે એક શખ્સ ને ઝડપી લીધો છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ આજ રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, એક ગ્રે કલરની ગ્લાન્જા કાર રજી નંબર :-ૠઉં-04-ઊઊ-2139માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂૂનો જથ્થો ભરી ચાવડીગેઈટ થી નિલમબાગ તરફ જનાર છે. જે બાતમી આધારે વોચમાં રહેતા ભારતીય બનાવટ તથા ફોરેન મેડનાં ઇંગ્લીશ દારૂૂની કંપની સીલપેક બોટલો સાથે રાજદિપસિંહ ઘનશ્યામસિંહ ગોહીલ ઉ.વ.35 (રહે.કુમારશાળા પાસે, ગામ અવાણીયા, તા.ઘોઘા જી. ભાવનગર હાલ રહે.ગૃપ-08, ગોંડલ) ઝડપાયો હતો. જ્યારેરામદેવસિંહ ગુમાનસિંહ ગોહીલ રહે. ઘોઘારોડ, શીતળામાતાના મંદિર સામે, ભાવનગર તથા
મુકેશ ઉર્ફે મેક્સી બુધાભાઈ બારૈયા રહે.બાપા સીતારામ સોસાયટી, તરસમીયા રોડ, ભાવનગર ને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસે ઝડપેલ શખ્સ પાસેથી વિદેશી દારૂૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-168 કિ.રૂૂ.2,51,832/- સહીત કુલ કિ.રૂૂ.7,81,832/- ના મુદ્દામાલ કબજે કરેલ છે.
દરોડાની આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહીલ, સાગરભાઇ જોગદિયા, વિઠ્ઠલભાઇ બારૈયા, મહેંદ્રભાઈ ચૌહાણ, અનિલભાઇ સોલંકી, સંજયભાઇ ચુડાસમા, હરિચંન્દ્રસિંહ ગોહીલ જોડાયા હતા.