વેપારી પાસેથી 15.81 લાખનું સોનું લઈ ધુંબો મારી દીધો
રાજકોટના વેપારી પાસેથી પરિચિત શખ્સ રોકાણ કરવાના બહાને બે સોનાના બિસ્કીટ લઈ ફરાર
રાજકોટના સોનીબજારમાં આવાર નવાર વેપારીઓનું સોનું લઈ બંગાળી કારીગરો ભાગી જતાં હોવાના બનાવ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. આમ છતાં વેપારીઓ વિશ્ર્વાસ મુકી બંગાળી કારીગરને સોનું આપી રહ્યા છે અને છેવટે છેતરપીડીનો ભોગ બને છે. ત્યારે રાજકોટમાં વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.
સાંમાકાઠે રહેતા અને સોનીબજારમાં માંડવી ચોકમાં મોદી શેરીમાં જરીવાલા રીફાઈનરી નામની દુકાન ધરાવતા વેપારી પાસેથી રોકાણ કરવાના બહાને પરિચિત શખ્સ બે સોનાના બિસ્કીટ રૂા. 15.81 લાખના લઈ ગયા બાદ પૈસા નહીં આપતા એ ડિવિઝન પોલીસમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે.
બનાવની વધુ વિગતો અનુસાર રણછોડનગરમાં અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતા હુસેનભાઈ સુલેમાનભાઈ નરૂદિનભાઈ જરીવાલા (ઉ.વ.37)એ પોતાની ફરિયાદાં રણછોડનગર શેરી 16/4નો ખુણો ડ્રીમ હોન એપાર્ટમન્ટ પાંચમાં માળે 503માં રહેતા યુસુફભાઈ જાકીરભાઈ કપાસીનુ નામ આપતા તેની સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે.
હુસેનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સોની બજાર માંડવી ચોકમાં જરીવાલા રીફાઈનરી નામે દુકાન ચલાવે છે. તેઓ યુસુફભાઈના પરિવારને વર્ષોથી ઓળખે છે.
યુસુફભાઈને તેના પિતા જ્યારે મળતા પોતે મોટા વેપારી હોવાનું જણાવતા હતા તા. 15/10નારોજ સાંજના સમયે વેપારી હુસેનભાઈ દુકાને હતા ત્યારે યુસુફભાઈ તેની દુકાને આવ્યા અને તેમણે રોકાણ માટે બે 100 ગ્રામના સોનાના બિસ્કીટ માંગ્યા હતા અને તેનું પેમેન્ટ આરટીજીએસથી કરી દઈશ તેમ જણાવ્યું હતું.
યુસુફભાઈ મોટા વેપારી હોય જેથી વિશ્ર્વાસ કરી તેમને બે સોનાના બિસ્કીટ રૂા. 15.81 લાખના આપ્યા હતા અને તેઓ બેંકની ડીટેઈલ પણ લઈ ગયા હતાં.
તેઓ સોનાના બિસ્કીટ લઈને ગયા બાદ એક કલાક થયો છતાં પૈસા ન આપતા તેમને વાત કરતા હમણા નાખી દઉં તેમ વાત કરી હતી. ત્યાર બાદ અલગ અલગ બહાના કાઢવા લાગ્યા હતા અને ઘરે તપાસ કરતા ઘર પણ બંધ હતું તેમની રાજપૂતપરામાં મોહમ સન્સ નામની એલ્યુમીનીયમ સેક્શન તથા પ્લાયવુડની દુકાને ગયો હતો ત્યાં પણ યુસુફભાઈ મળી આવ્યા નહોતા તે ક્યાંય ન મળતા તેમની સામે એડીવીઝન પોલીસમાં ફરિયાદ કરતા પીએસઆઈ એમ.આર. મકવાણા તપાસ ચલાવી રહ્યા છે.
પોલીસનું કામ વેપારીએ કર્યું, આરોપીને બરોડા પહોંચી પકડયો
આ છેતરપિંડીની ઘટનામાં ફરિયાદી હુસેનભાઇ વ્હોરા વેપારીએ જણાવ્યુ હતુ કે યુસુફ કપાસી છેતરપિંડી કર્યા બાદ લાપતા થતા તેમના પત્નીએ પોલીસમા ગુમનોંધ કરાવી હતી. આ વ્યકિતને શોધવા પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે વેપારી હુસેનભાઇને જાણવા મળ્યુ હતુ કે છેતરપીંડીનો આરોપી યુસુફ હાલ બરોડા છે જેથી હુસેનભાઇ તેમના મિત્રો સાથે મળી બરોડા ગયા હતા અને આરોપી યુસુફને પકડી લઇ અને એ ડીવીઝન પોલીસને સોંપ્યો હતો. અને પોલીસનુ કામ વેપારીએ કર્યુ હતુ .