For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડોક્ટર ઉપર ‘ગોલ્ડ ટ્રેપ’; સસ્તા સોનાની લાલચમાં 5 લાખ ગુમાવ્યા

04:30 PM May 27, 2025 IST | Bhumika
ડોક્ટર ઉપર ‘ગોલ્ડ ટ્રેપ’  સસ્તા સોનાની લાલચમાં 5 લાખ ગુમાવ્યા

દર્દી બનીને આવેલા શખ્સે પોરાણિક ઘરેણા મળ્યાનું જણાવી 18 કેરેટ સોનાનો ટુકડો આપી સીસામાં ઉતાર્યા: ટોળકી સંકજામાં

Advertisement

તબીબ દંપતીને ચોટીલા બોલાવી સોનાના બદલે એક કિલો ઇમિટેશન જવેલરી પધરાવી, પૈસા મળતા જ ઠગ ટોળકીએ ફોન સ્વિચઓફ કરી દીધો

મોરબી બાયપાસ રોડ પર રહેતા અને ત્યાં જ કલિનિક ધરાવતા તબીબને દર્દી બની આવેલા ગઠિયા ટોળકીએ સોનું સસ્તામાં આપી દેવાની લાલચ આપી તેમની સાથે રૂૂ.5 લાખની છેતરપિંડી કરી નકલી સોનું ધાબડી દેતા તબીબે મહિલા સહિત ત્રણ શખ્સો વિરૂૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.વધુ વિગતો અનુસાર,ધવલભાઇ પ્રવિણભાઈ મોલીયા (ઉ.વ.28 રહે. બ્લોક નં.99 આસ્થા સાંગ્રીલા એ.ડી.બી. હોટલ પાછળ મોરબી બાયપાસ રોણકી 80 ફુટ રોડ રાજકોટ) એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રમેશ નામનો વ્યક્તિ તથા અન્ય એક અજાણ્યો શખસ, અજાણી મહિલાના નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

Advertisement

તબીબે ફરિયાદમાં જણાવ્યું છે કે, તે એ.ડી.બી. હોટલ પાછળ મોરબી બાયપાસ રોણકી 80 ફુટ રોડ ખાતે સમય ગોલ્ડ દુકાન નં. 5 રૂૂદ્ર કલીનીક નામે દવાખાનું ધરાવી પ્રેક્ટીસ કરે છે.ગઇ તા.15/05ના સવારના અગિયારેક વાગ્યે તેઓ ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, ડોકટર સાહેબ દવા લેવાની છે, તમે કયારે દવાખાને આવશો તેમ પુછતા તબીબે તેમને થોડીવારમાં આવવાની વાત કરેલ અને તે આશરે સાડા અગિયારેક વાગ્યે દવાખાને ગયા હતા.દર્દી બનીને આવેલા રમેશ નામના શખ્સે મારી પાસે ચાંદીનો સિકકો છે. જે તબીબને બતાવતા તે ચાંદીનો સિકકો જોયેલ હતો અને તેણે કહ્યું હતું કે આ સિકકાનું કાંઇ ન આવે એમ વાત કરી હતી.

બાદ આરોપીએ જણાવેલ કે,અમે મજુરીકામ કરતા હોય અને ખોદકામ કરતી વખતે આ ચાંદીનો સિકકો તથા અન્ય સોનાના દાગીના મળેલ હોવાની વાત રમેશ નામના વ્યક્તિએ તબીબને કરી હતી. બાદ જણાવેલ કે, તમારે સોનાના દાગીના જોતા હોય તો તમે આવીને જોઇ જાજો અમે વાત કરી જતા રહેલ હતા.

ગઇ તા.16 ના સવારના ફરીવાર તબીબને રમેશનો ફોન આવેલ અને સોનાના દાગીના બાબતે વાતચીત કરી હતી અને સિવિલ હોસ્પીટલ ચોક ખાતે જઈ તેના મોબાઇલ નંબર પર ફોન કર્યો હતો.બાદમાં રમેશ પુલ નીચે લઈ ગયો અને ત્યાં અન્ય એક શખ્સ આશરે 25 વર્ષનો તથા એક બહેન આશરે 55 વર્ષ વાળી હાજર હતાં.ત્યાં આ બહેને કાળી કોથળી ખોલી તબીબને બતાવતા તેમાં પીળી ધાતુની માળાઓ હોય જેથી તબીબે તેમને પુછતા સોનાની હોવાનું જણાવ્યું હતું અને આશરે એક કીલો હોવાની વાત કરી હતી.બાદ તબીબે તેમને સોની પાસે બતાવવાનું કહેતા તેઓએ તેમાંથી કટકો આપ્યો હતો બાદ તેઓ નીકળી ગયા હતા.તબીબે આ સોનું રણછોડનગર ખાતે જઇ પટેલ હોલમાર્ક સેન્ટર ખાતે ટચ કરાવતા સોનુ 18 કેરેટ આવેલ હતુ. બાદ તેમણે દાગીના લેવાનું નકકી કર્યું હતુ.

બાદ ગઇ તા.17 ના સવારમાં આશરે સાડા અગિયારેક વાગ્યે તબીબે રમેશ નામના વ્યક્તિને ફોન કરી સોનાના દાગીના બાબતે વાતચીત કરી બાદ તેઓએ બધા દાગીના આપી દેવાની વાત કરતા તબીબે એક લાખમાં સોનાના દાગીના માંગેલ હતા. બાદ વાતચીતના અંતે છેલ્લે રૂૂ.5 લાખમાં સોનાના દાગીના લેવાનું નકકી કરેલ હતુ. બાદ તા.19 ના સવારમાં તબીબે તેમને ફોન કરી ચોટીલા આવતા હોવાની જાણ કરી હતી. બાદ ફરિયાદી તથા તેના પત્ની બંને રૂૂપીયા પાંચ લાખની વ્યવસ્થા કરી બાઇક લઇને ચોટીલા ગયા હતા.બાદ બપોરના ચોટીલા પહોંચ્યા ત્યાં રમેશ નામનો શખ્સ ફરિયાદીને સંકલ્પ હોટલ પાસે લઇ ગયેલ હતો.બાદ ત્યાં અગાઉ મળેલ શખ્સ તથા બેન બંને પણ હાજર હતાં.બાદમાં તબીબ તેમની પત્નીને અહીં લાવી આરોપીઓએ વસ્તુ જોવા આપતા તે જોઇ થેલામાં રહેલા રૂૂ.5 લાખ આપી દીધા હતાં.

બાદ આરોપી રમેશે જણાવેલ કે,તમે ચેક કરાવી લેજો ખોટુ નીકળે તો અમને પરત આપી દેજો અમે તમને રૂૂપીયા પરત આપી દેશુ, એમ વાત કરી હતી. બાદમાં ફરિયાદી આ સોનુ લઇને રાજકોટ આવી સાંજના સમયે રણછોડનગરમાં પટેલ હોલમાર્ક સેન્ટર ખાતે ગયેલ અને તપાસ કરાવતા સોનુ ખોટુ નીકળેલ હતુ. બાદ આરોપી રમેશને તેના મોબાઇલમાં ફોન કરતા સ્વીચ ઓફ આવતો હતો.આ અંગે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.

માધાપર ચોકડી પાસે રહેતા અને બસ પોર્ટ પાછળ બાલાજી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરતા એન્જલબેન ધવલભાઈએ પોતાની જાતે હાથ પર ઇન્જેક્શન મારી આપઘાત કરી લીધો હતો.તેમના પતિ ધવલ કે જેઓ ક્લિનિક ચલાવે છે. એન્જલબેનના આપઘાત પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement