આનંદનગરના લોકોને પોલીસ પ્રોટેક્શન આપો, નામચીન ટિકિટ બંધુની ગુંડાગીરીથી મુક્ત કરાવો
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલા આનંદનગર કોેલોનીમાં નામચીન ગણાતા ટીકીટ બંધુ આણી ટોળકી દ્વારા સ્થાનિક રહિશોને હેરાન ગતિ કરતા હોવાની તેમજ વિસ્તારમાં અસામજિક પ્રવતિ કરતા હોવાની તેમજ ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથેની પોલીસ કમિશનર બ્રજેશ ઝાને અરજી કરવામાં આવતા પોલીસે આરોપીઓને પકડી કાયદાનો પાઠ ભણાવવા સ્થાનિક પોલીસને આદેશ આપ્યા છે.પોલીસ કમિશનરને કરવામાં આવેલી આક્ષેપો સાથેની અરજીમાં જણાવ્યું હતુ કે, આનંદનગર વિસ્તારમાં ટીકીટ બંધુ અને તેની ટોળકી દ્વારા દારૂ અને ગાંજાનો ધંધો કરે છે. ભક્તિનગર વિસ્તારમાં નામચીન શખ્સો અવાર-નવાર આંતક મચાવી રહ્યા છે. જેની પર સ્થાનિક પોલીસના ચાર હાથ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આરોપીઓ દ્વારા ગઇ તા.29ના રોજ રાત્રીના સમયે ત્રણ કલાક સુધી બુટલેગરના સાઇલેન્સરમાંથી અવાજ કરી વિસ્તાર બાનમાં લીધો હતો. કોઇ જાગૃત નાગરિકે આ બાબતે 100 નંબરમાં બે-ચાર વાર ફોન ર્ક્યો હતો પરંતુ સ્થાનિક પોલીસ ત્યાં દેખાડા પૂરતી ત્રણેક વાર આવી જતી રહી હતી. ત્યાર બાદ ગઇકાલે આનંદનગરમાં લોકો બેઠા હતા ત્યારે કાનો ઉર્ફે ટીકીટ આવ્યો હતો અને તમે બધા કેમ મીટિંગ ભરીને બેઠા છો કહીં ગાળો આપી ગળા કાપીને મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. આ વિસ્તારમાં અંદાજિત 2000 પરિવાર રહે છે. આવા લુખ્ખા તત્વોની ગુંડાગીરી સામે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
ત્યારે આવા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરે અને ન્યાય અપાવે એજ માંગણી છે. તેમજ આરોપીઓના ત્રાસથી વિસ્તારમાં રહેતી મહીલાઓ અને યુવતીઓ પણ એકલા નીકળતા ડરી રહી છે. ત્યારે આરોપી ટીકીટ બંધુ દ્વારા બાબરીયા કોલોનીમાં પણ અસામાજિક પ્રવૃતિ કરતા હોવાની અગાઉ અનેકવાર રજુઆત થઇ ગઇ છતા પણ ભક્તિનગર પોલીસના સ્ટાફે કોઇ નક્કર પગલા લીધા નથી. ત્યારે વિસ્તારમાં રહેતા લોકો અસલામતિ અનુભવી રહ્યા છે.